રક્તદાન કેમ્પ:185 બોટલ રક્ત સિવીલ હોસ્પિટલને આપી મૃતક કર્મીની પુણ્યતિથી ઉજવાઇ

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જીઇબી એન્જીનિયર એસોસિએશન દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ

વિશ્વ થેલેસેમીયા દિવસે જ રક્તદાન કેમ્પ યોજી 185 બોટલ રક્ત સિવીલને અર્પણ કરી જીઇબીના કર્મચારીની પુણ્યતિથી ઉજવાઇ હતી. આ અંગે મળતી વિગત મુજબ જીઇબીના કર્મચારી રઘુભાઇ સાવલીયાની પ્રથમ પુણ્યતિથીએ જીઇબી એન્જીનિયર એસોસિએશન દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં 500થી વધુ લોકોએ ઉપસ્થિત રહી 185 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. આ રક્ત જૂનાગઢ સિવીલ હોસ્પિટલ અને બ્લડ બેન્કને અર્પણ કરાયું હતું. ખાસ કરીને રાજ્યના પીજીવીસીએલના જોઇન્ટ મેનેજીંટ ડિરેકટર અને સનદી સેવાના અધિકારી પ્રિતી શર્માએ ખાસ ઉપસ્થિત રહી રક્તદાન કરી રઘુભાઇ સાવલીયાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ તકે જી.કે. ગજેરા, જે.કે. ઠેસીયા વગેરેએ રક્તદાન શિબીરનું આયોજન કરવા બદલ રઘુભાઇ સાવલીયાના પત્નિ અને પુત્ર અંકિતની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી તેમ જીઇબી એન્જીનિયર એસોસિએશનના જનરલ સેક્રેટરી બી.એમ. શાહ, નાયબ ઇજનેર હરેશભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...