તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:માંગરોળના ઓસા ગામે થતા બાળલગ્ન 181એ અટકાવ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 18 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવાની ખાત્રી લેવાઇ

માંગરોળના ઓસા ગામે થતા બાળલગ્નને કેશોદ મહિલા 181 અભયમ હેલ્પલાઇન દ્વારા અટકાવાયા હતા. આ અંગે મળતી વિગત મુજબ કેશોદ 181 મહિલા અભયમ હેલ્પલાઇનમાં કોઇએ ફોન કરી માંગરોળના ઓસા ગામે બાળલગ્ન થતા હોવાની જાણ કરી હતી. બાદમાં 181ના કાઉન્સેલર ડાયબેન માવદીયા, જીઆરડી લાભુબેન ભારથી, પાયલોટ ભનુભાઇ ગોહેલ વગેરે સ્ટાફ ઓસા ગામે લગ્નના માંડવામાં પહોંચી ગયા હતા. અહિં બે દિકરીના લગ્ન થતા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 1 દિકરીની ઉંમર 19 વર્ષ થઇ ગઇ હતી જ્યારે બીજી દિકરીની ઉંમરમાં 18 વર્ષમાં 3 મહિના અને 20 દિવસની ઘટ હતી. બાદમાં લગ્નવિધી અટકાવી, ગામના સરપંચને બોલાવી વર કન્યાના માતા, પિતાને બાળલગ્ન કરવા ગુનો હોય કાયદાકીય ઠપકો આપ્યો હતો. બાદમાં પોલીસ સ્ટેશન અને બાળલગ્ન સમાજ સુરક્ષા અધિકારીને જાણ કરી વર કન્યાના માતા, પિતા, સરપંચને પોલીસ સ્ટેશને લઇ જઇ જ્યાં સુધી 18 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી લગ્ન ન કરાવવા બાંહેધરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...