તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:માત્ર 8 મહાનગરમાં ધ્યાન કેન્દ્રીત કરાતા 18,000 ગામડા રામભરોસે

જૂનાગઢ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂત એકતા મંચની રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત
 • 2,500ની વસ્તી સામે 25 કિટ! પુરતી રેપિડ ટેસ્ટની કિટ તો ફાળવો

જૂનાગઢ જિલ્લાના ગામોમાં પૂરતી રેપિડ ટેસ્ટ કિટ ફાળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે. આ અંગે ખેડૂત એકતા મંચના જૂનાગઢ જિલ્લા પ્રમુખ મહંમદ સીડાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીમાં સરકારે માત્ર 8 મહાનગરો પૂરતું જ ધ્યાન આપ્યું છે. પરિણામે 1,800 ગામડા રામ ભરોસે જીવી રહ્યા છે. આવા ગામડામાં રેપિડ ટેસ્ટની કિટ પણ પૂરતી નથી.

​​​​​​​જૂનાગઢ તાલુકાના મજેવડી પીએચસી હેઠળ 10 થી 12 ગામડાઓની વસ્તી 2,500ની છે,જ્યારે દરરોજ માત્ર 25 કિટ જ ફાળવાય છે. પરિણામે જેના ટેસ્ટ નથી થયા તે પૈકીના કોરોનાના દર્દીઓ સુપરસ્પ્રેડર બની રહ્યા છે. ત્યારે આવી જ સ્થિતી રહી તો કોરોના કાબુમાં ક્યાંથી આવશે? જ્યારે આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને ફોન કરતા તેઓ ફોન જ રિસીવ કરતા નથી! ત્યારે દરેક પીએચસી સેન્ટરોને વસ્તીના પ્રમાણમાં પુરતી રેપિડ ટેસ્ટ કિટ ફાળવવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો