તપાસ:વંથલીના ભાટીયાની સીમમાંથી 180 પેટી વિદેશી દારૂ પકડાયો

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 12.14 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ આદરી

વંથલીના ભાટીયા ગામની સીમમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અને પોલીસે મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ હાજા હમીરભાઈ કોડીયાતર રહે. બોડકા વાળાએ ભાટીયા ગામ વંથલીની આથમણી સીમમાં આવેલ ખેતરે બહારના રાજ્યમાંથી મંગાવેલી વિદેશી દારૂની 180 પેટી ઉતારાતી હોય પોલીસને બાતમી મળતા જ રેઈડ કરી હતી. અને દારૂનું કટીંગ થઈ રહ્યું હોય એ સમયે જ પોલીસ પહોંચી ગઈ

હતી. અને વાહન સહિત 12.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને પોલીસે વાહન ચાલક, દારૂનો જથ્થો મોકલનાર, કટીંગ કરનાર શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઈ વી.કે. ઉંજીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...