તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:કોરોનાના કપરા કાળમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને 1672 લાખની સાધન સહાય ચૂકવાઈ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુદી જુદી યોજનાઓ અંતર્ગત સહાયની ચૂકવણી કરવામા આવી

ગયુ વર્ષ કોરોના સંક્રમણના કારણે સૌ કોઇ માટે કઠીન હતું. આ કઠીન સમયમાં તંત્રએ જગતના તાતને મળવાપાત્ર સાઘન સહાયની કામગીરી ત્‍વરીત હાથ ઘરી જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને કુલ રૂ.1672.77 લાખની સાધન સહાય ચૂકવવામાં આવી છે. જેમાં ટ્રેક્ટર ખરીદવા રૂ.506 લાખ અને ગોડાઉન બનાવવા રૂ.222 લાખની સહાય ચૂકવવામાં આવી છે. જયારે ખેડૂત અકસ્માત વિમા યોજના હેઠળ રૂ.85 લાખ ચૂકવી છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વર્ષ 2020-21 માં કૃષિ યાંત્રીકરણ સાધનો એમ.બી. પ્લાઉ, હેરો, રીપર, કલ્ટીવેટર, લેન્ડ લેવલર, પાવર થ્રેસર, પાવર ટીલર માટે રૂ.211 લાખ, ઘાસચારા માટે રૂ.7 લાખ, પાઇપલાઇન, તાડપત્રી, પંપસેટ, દિવેલ ખોળ, લીંબોડી ખોળ અને ફિલ્ડ નિદર્શન માટે રૂ.179.51 લાખ સહાય ચૂકવવામાં આવી હોવાનું જિ.પં.ના પ્રમુખ શાંતાબેન દિનેશભાઇ ખટારીયાએ જણાવ્યું હતું.

પ્રમુખે કહ્યું હતું કે, જિલ્લામાં ગત વર્ષે સારો વરસાદ થતા 2,63,065 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. જ્યારે રવિ સીઝનમાં 92,288 હેક્ટરમાં ઘઉં, 85,003 હેક્ટરમાં ચણા તથા 39,434 હેક્ટરમાં ધાણા પાકનું વાવેતર થયું હતું. આ ખેડૂતોને કૃષિ યાંત્રીકરણ માટે સવલત આપવા રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓના માધ્યમથી સાધન સહાય આપવામાં આવે છે.

તમામ સાધન સહાય આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાથી ડ્રો સીસ્ટમથી આપવામાં આવે છે. ખેડૂતોને સાધન સહાયના નાણાં સીધા તેમના બેંક ખાતામાં સંપૂર્ણ પારદર્શક પધ્ધતીથી ખેતિવાડી શાખા દ્વારા ચૂકવવામાં આવે છે.

કૃષિ યાંત્રીકરણ ઉપરાંત પંપસેટ ખરીદવા માઇક્રોન્યુટ્રીટસ જેવા ઘટકો માટે રૂ.24.34 લાખ, કઠોળ પાકના વાવેતરને પ્રોત્સાહન આપવા રૂ.44 લાખ, નેશનલ મિશન ઓન ઓઇલ સીડ એન્ડ ઓઇલ પામ માટે રૂ.130 લાખ સહાય ચૂકવવામાં આવી છે. ખેડૂતોનો તૈયાર પાક સંગ્રહવા ફાર્મ સ્ટોરેજ માટે રૂ.99.60 લાખ, રાજ્ય ઓર્ગેનીક પોલીસી અંતર્ગત સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા રૂ.8.34 લાખ, સબ મીશન ઓન એગ્રીકલ્ચર મીકેનાઇઝેશન યોજના હેઠળ રૂ.47 લાખ ઉપરાંત ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના તળે ખેડૂતોને રૂ.85 લાખ રકમની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી હોવાનું અંતમાં જણાવેલ હતુ.

અન્ય સમાચારો પણ છે...