તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્માષ્ટમી પર્વ:જૂનાગઢના ઝૂમાં 16,240 તો રોપ-વેમાં 7,700 પ્રવાસી આવ્યા, ભીડને કારણે 40 ટકા પ્રવાસીઓ રોપ-વેની સફર માણી ન શક્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગિરનાર રોપ-વે સાઇડ પર સવારથી જ લોકો પહોંચી ગયા હતા. ઓનલાઇન ટિકીટ બુક કરાવી હોવા છતાં પણ ચાર-ચાર કલાક લાઇનમાં ઉભવું પડયું હતું. ભવનાથ રોડ સુધી લાઇન પહોંચી હતી. - Divya Bhaskar
ગિરનાર રોપ-વે સાઇડ પર સવારથી જ લોકો પહોંચી ગયા હતા. ઓનલાઇન ટિકીટ બુક કરાવી હોવા છતાં પણ ચાર-ચાર કલાક લાઇનમાં ઉભવું પડયું હતું. ભવનાથ રોડ સુધી લાઇન પહોંચી હતી.
  • જન્માષ્ટમી પર્વને લઇ જૂનાગઢમારજા માણવા પ્રવાસીઓનો ભારે ટ્રાફિક રહ્યો, ભવનાથમાં વાડી, ઉતારા, ગેસ્ટહાઉસ ફૂલ
  • રોપ -વે સતત 10 કલાક ચાલ્યો, 4-4 કલાક લોકો વેઇટીંગમાં રહ્યા, 40 ટકા બુકીંગ ઓનલાઇન થયું

જન્માષ્ટમીના પર્વને લઇ રજા માણવા માટે જૂનાગઢમાં લોકો ઉમટી પડતા શહેરમાં દિવસભર ભારે ટ્રાફિક રહ્યો હતો. ભવનાથમાં જ્ઞાતિની વાડીઓ, ઉતારા, ગેસ્ટહાઉસો ફૂલ રહ્યા હતા. દરમિયાન સક્કરબાગ ઝૂમાં રવિવારે 16,240 પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે 7,700 પ્રવાસીઓએ રોપ-વેની સફર માણી હતી. રોપ-વે સતત 10 કલાક સુધી ચાલ્યો હતો. લોકો 4-4 કલાક સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા તેમ છત્તાં 40 ટકા લોકો રોપ-વેની સફર માણી શક્યા ન હતા. દરમિયાન રોપ-વેમાં 40 ટકા બુકીંગ ઓનલાઇન થયું હતું.

અત્યાર સુધીનો સૌથી વધુ ટ્રાફિક
રોપ-વે શરૂ થયા બાદ પ્રથમ વખત શિતળા સાતમના દિવસ(રવિવાર, 29 ઓગસ્ટ 2021માં) એક જ દિવસમાં 7,700 લોકોએ રોપ-વેની સફર માણી હતી. આ ઓલ ટાઇમ હાલએસ્ટ ટ્રાફિક રહ્યો હતો. રોપ-વે ફૂલ સ્પિડમાં ચલાવાયો હતો સાથે વાતાવરણ પણ સારૂં રહ્યું હતું જેથી કોઇ મુશ્કેલી આવી ન હતી. ઓનલાઇન બુકીંગમાં પણ 4-4 કલાકનું વેઇટીંગ રહ્યું હતું. હવે સોમવારે જન્માષ્ટમીના દિવસે કેવો ટ્રાફિક રહે છે તે જોવું રહ્યું. રોપ-વેની ક્ષમતા પ્રતિ કલાક 800 પેસેન્જરની અને દિવસમાં 10 કલાકની છે જેથી દિવસમાં 8,000થી વધુ મુલાકાતીઓને લઇ ન જઇ શકીએ.- દિપક કપલીસ

2 દિવસમાં ઝૂમાં 20,802 પ્રવાસી, 6.39 લાખની આવક
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં શનિવાર રાંધણછઠ્ઠના દિવસે 4,562 પ્રવાસી આવ્યા હતા જેનાથી 1,47,000ની આવક થઇ હતી. જ્યારે શિતળા સાતમ રવિવારે 16,240 પ્રવાસી આવ્યા હતા જેનાથી 4,92,000ની આવક થઇ હતી. આમ, 2 દિવસમાં કુલ 20,802 પ્રવાસી થકી ઝૂને 6,39,000ની આવક થઇ હતી. જ્યારે ટિકીટ લેવા માટે 4 બારી ખોલવા છત્તાં ભારે ભીડના કારણે ટિકીટ લેવામાં પણ 1 કલાકનું વેઇટીંગ રહ્યું હતું. - નિરજ મકવાણા, આરએફઓ, સક્કરબાગ ઝૂ.

ભવનાથનો રસ્તો બંઘ, ટ્રાફિક ડાઇવર્ટ કરાયો
વ્હેલી સવારથી જ ભવનાથ તરફ લોકોનો પ્રવાહ વધતો જતો હોય ભવનાથ પોલીસ ચોકીથી આગળનો રસ્તો બંધ કરાયો હતો. જ્યારે ટ્રાફિકને ભવનાથના રિંગરોડ તરફ વાળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...