તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:શહેરમાં 16.1, ગિરનાર પર્વત પર 11.1 ડિગ્રી ઠંડી, મહત્તમ તાપમાન ઉંચુ રહેતા ઠંડીની અસર ઓછી

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરમાં રવિવારે 16.1 ડિગ્રી તેમજ ગિરનાર પર્વત પર 11.1 ડિગ્રી ઠંડી રહી હતી. જોકે, 1 ડિગ્રીનો વધારો થવા સાથે મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી ઉંચુ રહેતા ઠંડીની અસર ઓછી અનુભવાઇ રહી છે.દરમિયાન જૂનાગઢ શહેરમાં રવિવારે લઘુત્તમ તાપમાન 16.1 ડિગ્રી રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 80 ટકા અને બપોર બાદ 31 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 1.8 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

દરમિયાન શનિવારે મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી હતું જેમાં 1 ડિગ્રીનો વધારો થવા સાથે રવિવારે 34.6 ડિગ્રી તાપમાન રહેતા ખાસ કરીને બપોરના સમયે ગરમી ગાયબ થઇ ગઇ હોવાનું અનુભવાઇ રહ્યું છે.આમ,વાતાવરણમાં સતત ફેરફાર થવાના કારણે શિયાળાની ઋતુ હોવા છત્તાં ઠંડીની હજુ જમાવટ થઇ નથી. આમ, શહેરીવાસીઓ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો