ટ્રાફિક ડ્રાઈવ:જુનાગઢમાં તહેવારને લઈ વાહન ચેકીંગમાં ટ્રાફિક નિયમના ભંગ કરનાર 1600 વાહન ચાલકો દંડાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસ દિવસથી ચાલી રહેલ ચેકીંગ ડ્રાઈવ દરમિયાન 65 વાહનો ડીટેઈન કરી પોણા ત્રણ લાખનો દંડ વસૂલાયો

જુનાગઢ શહેરમાં પોલીસે દિવાળીના તહેવાર પૂર્વે વાહન ચેકીંગ દરમિયાન છેલ્લા દસ દિવસમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ 1600 વાહન ચાલકોને દંડ ફટકારેલ જ્યારે 65 જેટલા વાહનો ડિટેઇન કરી કુલ રૂ.2.70 લાખથી વધુનો દંડ વસુલ કર્યો છે.

દિવાળી તહેવારોને ધ્યાને લઇ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જિલ્લામથક સહિતના જૂનાગઢ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તહેવારો પહેલા છેલ્લા દસ દિવસથી વાહન ચેકીંગની ડ્રાઈવ હાથ ધરી છે. જેમાં લાયસન્સ વગર, વાહન લઈને નીકળી પડતા ટીનએજરો વિરુદ્ધ તેમજ બ્લેક ફિલ્મ લગાડીને ફરતા તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 1520 જેટલા વાહન ચાલકોને આશરે રૂ.2.70 લાખનો દંડ કરવામાં આવ્યો હતો તેમજ 65 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા . આમ, અંદાજે 1600 જેટલા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા પણ 1700 જેટલા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી ત્રણ લાખ જેટલો દંડ વસુલ કરવામાં આવેલ અને 115 જેટલા વાહન ડિટેઇન કરી 1805 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

દિવાળીના તહેવારોમાં ખાસ ઝુંબેશ દરમ્યાન છેલ્લા વીસ દિવસમાં જુનાગઢ ડિવિઝન પોલીસ દ્વારા આશરે કુલ 3200 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી અંદાજે છ લાખ જેટલો દંડ વસુલ કરવાની સાથે 200 વાહનો ડિટેઇન કરી કુલ 3500 જેટલા વાહનચાલકોને કાયદાનું ભાન કરાવતી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...