તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 16 Out Of 29 Cases Discharged In Junagadh, Now 13 Active Cases, 16 Out Of 17 Discharges In Civil, Report Of A Woman From Matarwania Village Is Positive

કોરોના ગ્રહણ:જૂનાગઢમાં 29 કેસમાંથી 16 ડિસ્ચાર્જ થતા હવે 13 એક્ટિવ કેસ, સિવીલનાં 17 માંથી 16 ડિસ્ચાર્જ, માતરવાણિયા ગામની મહિલાનો રિપોર્ટ પોઝિટીવ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ વધી રહ્યો છે. શનિવારે વધુ 4 કોરોના મુક્ત વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોય રિકવરી રેટ 57.14 ટકાએ પહોંચ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 28 કોરોના કેસ નોંધાયા હતા.જોકે શનિવારે માતરવાણીયા ગામની 52 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા કુલ 29 કેસ થયાં છે. શનિવારના 4 સહિત કુલ 16 વ્યક્તિ સ્વસ્થ થતા તેને રજા અાપી દેવામાં આવી છે. આમ, હવે માત્ર 13 કેસ એક્ટિવ રહ્યા છે. શનિવારે સિવીલ હોસ્પિટલમાંથી 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં માણાવદરના ઇન્દ્રા ગામના વૃદ્ધા, 1 જૂનાગઢ શહેરના યુવાન અને કેશોદના પિપળીયા ગામના પિતા, પુત્રીનો સમાવેશ થાય છે.  સિવીલ હોસ્પિટલનાં 17માંથી 16 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ થયાં છે. 301નો રીપોર્ટ નેગેટીવ, 162નો રીપોર્ટ પેન્ડીંગ છે.

હવે 13 દર્દીની 3 જગ્યાએ સારવાર
કોરોનાનાં કુલ 29 માંથી 16 ડિસ્ચાર્જ થતા હવે જિલ્લામાં કોરોના પોઝિટીવ 13 દર્દી રહ્યા છે. આ 13માં 2 દર્દી સિવીલમાં, 10 ભવનાથ સનાતન ધર્મશાળામાં અને 1 રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું  આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળી રહયું છે. 

અન્ય સમાચારો પણ છે...