LCBનો સપાટો:જૂનાગઢમાં ઢાલ રોડ પરના એક મકાનના અગાસી ઉપર જુગાર રમતાં 16 ખેલીઓ ઝડપાયા, 2.56 લાખનો મુદ્દામાલ જપ્‍ત

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
જુગાર રમતા પકડાયેલ 16 શખ્‍સો - Divya Bhaskar
જુગાર રમતા પકડાયેલ 16 શખ્‍સો
  • એલસીબી પોલીસે ઘોડી-પાસાના અખાડાના જુગારનો પર્દાફાશ કર્યો

જૂનાગઢમાં ઢાલ રોડ પર મચ્છીપીઠમાં કરીમ યંગ નામે ઓળખાતી બિલ્ડીંગની અગાસી ઉપર ઘોડી પાસાનો જુગાર રમતા 16 શખ્‍સો ઝડપાયા છે. જેમની પાસેથી પોલીસે રોકડા રૂ.1.87 લાખ તથા નાલના રૂ.10 હજાર 500 અને 14 જેટલા મોબાઇલો મળી કુલ કુલ રૂ.2.56 લાખનો મુદ્દામાલ જપ્‍ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી પોલીસે ઘોડી-પાસાના અખાડાના જુગારનો પર્દાફાશ કરતા જુગારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઇ હતી.

જૂનાગઢ શહેરમાં જુગાર-દારૂ હેરાફેરી જેવી બદીને નાબુદ કરવા અંગે પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીની સુચનાથી એલસીબી દ્રારા વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં બ્રાંચના પીઆઇ એચ.આઇ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા અને શબીરખાન બેલીમને બાતમી મળી હતી કે, શહેરમાં ઢાલ રોડ પર રહેતો અબ્દુલ રહેમાન ઉર્ફે રહીમ જુણેજા મચ્છીપીઠ વિસ્‍તારમાં ગધેવાનની ગલીમાં આવેલા કરીમ ચંગુના નામે ઓળખાતા બિલ્ડીંગને ભાડે રાખ્‍યુ છે. તે બિલ્ડીંગની અગાસી ઉપર બહારથી માણસો બોલાવી ઘોડીના પાસાના અખાડો ચલાવી જુગાર રમાડી રહ્યો છે.

પોલીસે બાતમીના આધારે તે સ્‍થળએ અગાસી ઉપર રેડ કરતા ઘોડી પાસાનો જુગાર રમી રહેલ 16 જેટલા શખ્‍સોને પકડી પાડયા હતા. અખાડામાંથી રોકડા રૂ.1 લાખ 87 હજાર 970, નાલના રૂ.10 હજાર 500, મોબાઇલ ફોન નંગ-14 કિ.રૂ. 58 હજાર તથા ઘોડીપાસા નંગ-50 મળી કુલ રૂ. 2 લાક 56 હજાર 430નો મુદામાલ જપ્‍ત કરી તમામ સામે એ ડિવીઝન પોલીસમાં જુગારધારા કલમ 4,5 મુજબનો ગુનો નોંધાવી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

આ દરોડા પાડવા ક્રાઇમ બ્રાંચના વાય.એસ.જાડેજા, વિક્રમ ચાવડા, જીતેષ મારૂ, નિકુલ પટેલ, ડાયાભાઇ કરમટા, કરશન કરમટા, દેવશીભાઇ નંદાણીયા, ભરત સોનારા, મયુર કોડીયાતર, ભરત સોલંકી સહિતનો સ્‍ટાફ સામેલ હતો.

જુગાર રમતા પકડાયેલા આરોપીઓ

(1) અબ્દુલ રહેમાન ઉર્ફે રહીમ ઉર્ફે આર.કે.અલકયુમ જૂણેજા (ઉ.વ.40) રહે.તીન સૈયદપીરની દરગાહ પાછળ, મચ્છીપીઠ-જૂનાગઢ

(2) શેબાઝ કરીમભાઇ શેખ (ઉ.વ.40) રહે. ગધેવાનની ગલી મચ્છીપીઠ ઢાલ રોડ, જૂનાગઢ

(3) હસન ઉમરભાઇ સાટી પીંજારા (ઉ.વ.23) રહે.ગધેવાનની ગલી મચ્છીપીઠ ઢાલ રોડ, જૂનાગઢ

(4) વિજય ઉર્ફે ભૂરો પરસોતમ ચુડાસમા (ઉ.વ.33) રહે.કડીયાવાડ આર્ય સમાજ પાછળ, દાતાર રોડ, જૂનાગઢ

(5) દિપક ઉર્ફે ભોળો પોલાભાઇ ચુડાસમા (ઉ.વ.37) રહે.સાવલાણી બિલ્ડીંગ, કડીયાવાડ, જૂનાગઢ

(6) મજીદ કયુમભાઇ જુણેજા (ઉ.વ.41) ૨હે.મચ્છીપીઠ, તીનપીરની દરગાહ પાછળ ઢાલ રોડ, જૂનાગઢ

(7) સાજીદ ઉર્ફે ચોટી ગોકળભાઇ શેખ (ઉ.વ.47) રહે.ધારગઢ દરવાજા કતલખાના પાસે, જૂનાગઢ

(8) અલ્તાફ યુસુફભાઇ કુરેશી (ઉ.વ.36) રહે.મદનીનગર, મુન્શી કબ્રસ્તાનની બાજૂમાં, જૂની આર.ટી.ઓ. ઓફીસ પાસે, જૂનાગઢ

(9) અલ્તાફ અલ્લારખા બ્લોચ (ઉ.વ.42) રહે.બ્લોક નં.37, રેલ્વે કોલોની, રેલ્વે સ્ટેશન પાછળ

(10) ઇમરાન ઉર્ફે રણજીત નુરમહમદ ઉર્ફે મુન્નો મકરાણી (ઉ.વ.24) રહે.ઢુંઢણના પુલ પાસે, જૂના તાલુકા પો.સ્ટે.ની બાજમાં, જૂનાગઢ

(11) મહમદઅમીન કયુમભાઇ જુણેજા (ઉ.વ.45) રહે.મચ્છીપીઠ, તીનપીરની દરગાહ પાછળ, ઢાલ રોડ, જૂનાગઢ

(12) જાકીર આમદભાઇ પંજા (ઉ.વ.41) રહે.મોટી શાકમાર્કેટ પાછળ માંડવી ચોક, જૂનાગઢ

(13) એઝાઝ આમદભાઇ સેતા (ઉ.વ.24) રહે.ખામધ્રોળ રોડ, ખોડીયાર મંદિર સામે, જૂનાગઢ

(14) ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર અબ્દુલરજાક કુરેશી (ઉ.વ.68) રહે.પીશોરીવાડા, શેરી નં.3, જૂનાગઢ

(15) જગદીશ તનસુખ રાજા (ઉ.વ.33) રહે.ગાયત્રી મંદિર બાજુમાં, માણાવદર

(16) નુરમહમદ ઉર્ફે મુન્નો અબલાભાઇ મકરાણી (ઉ.વ.45) રહે.ઢૂંઢણના પુલ પાસે, જૂના તાલુકા પો.સ્ટે.ની બાજુમાં, જૂનાગઢ

અન્ય સમાચારો પણ છે...