ગ્રામ પંચાયત ચૂંટણી:1,574 મતદાન પેટી વપરાશે, શનિવારે સવારથી સ્ટાફને મથકે રવાના કરાશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19મીએ મતદાન, 21 મી તમામ તાલુકાના હેડક્વાર્ટરમાં મત ગણતરી

જૂનાગઢ જિલ્લામાં યોજાનાર 338 ગ્રામ પંચાયતનીચૂંટણી માટેના પ્રચાર પડઘમ શુક્રવાર સાંજના 5 વાગ્યાથી શાંત થઇ ગયા છે. હવે ઉમેદવારો ડોર ટુ ડોર સંપર્ક કરશે. દરમિયાન 19મીએ મતદાન થશે અને 21મીએ મત ગણતરી હાથ ધરાશે. જૂનાગઢ જિલ્લામાં 338 ગ્રામ પંચાયતોમાં 333 સરપંચો અને 1,882 વોર્ડમાં સભ્યો માટેનીચૂંટણી રવિવાર 19 ડિસેમ્બરના સવારના 7 થી સાંજના 6 સુધી યોજાશે. દરમિયાન આ ચૂંટણીમાં 787 મતદાન મથકો હોય મતદાન મથક દિઠ 2 પેટી મુજબ 1,574 મતપેટીઓનો વપરાશ થશે. જ્યારે આ ચૂંટણીમાં કુલ 120 અધિકારી અને 5,144નો સ્ટાફ સેવા બજાવશે.

જ્યારે 5,81,311 મતદારો મતદાન કરી 333 ભાવિ સરપંચોને ચૂંટી કાઢશે. શનિવારે સવારના તમામ ચૂંટણી સ્ટાફ પોત પોતાના સ્થળે ફરજ બજાવવા માટે રવાના થશે અને ચૂંટણી સંપન્ન થયા બાદ રવિવારની રાત્રિના પરત ફરશે. 19 મીએ મતદાન થશે અને 21મી મતગણતરી હાથ ધરાશે. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના હેડ ક્વાર્ટરમાં 21 ડિસેમ્બર સવારના 9 વાગ્યાથી મત ગણતરી હાથ ધરાશે.

દરમિયાન કુલ 787 મતદાન મથકોમાંથી 265 મતદાન મથકો સંવેદનશીલ છે અને 164 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. પરિણામે આ મતદાન મથકો પર કોઇ માથાકૂટ ન થાય અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...