તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:દક્ષિણ સૌરાષ્ટ્રમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-3ની 154 જગ્યા ખાલી, વર્ષ 2016 પછી ભરતી થઇ નથી

જૂનાગઢ/વેરાવળ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતીએ ડીડીઓને આવેદન પત્ર પાઠવ્યું
  • ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ભરતી કરે

જિલ્લા પંચાયત હસ્તકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખૂબજ અગત્યની ગણાતી એવી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ -3 અને ફીમેલ હેલ્થ વર્કર વર્ગ -3ની ભરતીને લઇ જૂનાગઢ, ગિર સોમનાથ જિલ્લામાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જૂનાગઢ, ગિર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 154 જગ્યા ખાલી પડી છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સિધી ભરતી કરવામાં માંગ કરાઇ છે.છેલ્લા 4.5 વર્ષથી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી જિલ્લા પંચાયત હસ્તકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખૂબજ અગત્યની ગણાતી એવી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ -3 અને ફીમેલ હેલ્થ વર્કર વર્ગ -3 ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય .

આ ભરતી પરીક્ષાનું આયોજન સરકારના 10 વર્ષના ભરતી કેલેન્ડર મુજબ વર્ષ 2013 થી વર્ષે બે વર્ષે થતું હતુંપ પરંતુ છેલ્લે 24 નવેમ્બર 2016 માં જિલ્લા પંચાયત પસંદગી સમિતિ દ્વારા સીધી ભરતી કર્યા બાદ કોઈ સીધી ભરતી આજ દિન સુધી કરવામાં આવી નથી. જેથી વધતી જતી ઉંમર અને બેરોજગારી દિવસ - રાત યુવાઓને સતાવે છે જે માંથી કેટલાક મિત્રોની ઉંમર 34 વર્ષથી પણ વધારે થઈ ગઈ છે, જે એક ખતરાની ઘંટી સામાન છે .

છેલ્લા સાત - આઠ વર્ષથી સરકાર દ્રારા કોન્ટ્રાક્ટ બેઝ અને આઉટસોર્સિંગ (ખાનગી એજન્સી ) ના માધ્યમથી જુદી જુદી જિલ્લા પંચાયત દ્રારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 11 માસના કરાર આધારીત ભરતી કરવામાં આવે છે.ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઇને મેરીટના ધોરણે કાયમી સીધી ભરતી કરવામાં માંગ છે.

જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લા સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિના,પ્રતીક આહીર, પિયુષ મકવાણા, પંકજ વણોલ,ચિરાગસિંહ રાઠોડ,વિશાલ સોલંકી,વિરાભાઇ ચૌધરી, મયુર ચાંડપા અને વિપુલ રામ સહિતનાં યુવાનોએ ડીડીઓને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...