હવામાન:જૂનાગઢ શહેરમાં 15.3 ડિગ્રી, ગિરનાર પર્વત પર 10.3 ડિગ્રી

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં એક જ દિવસમાં 4.2 ડિગ્રી ઠંડી વધી
  • હજુ ઠંડીમાં 3 થી 4 ડિગ્રીનો થશે વધારો

જૂનાગઢ શહેરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ધીમે ધીમે વાતાવરણમાં ઠંડુગાર થઇ રહ્યું છે. દરમિયાન એક જ દિવસમાં ઠંડીમાં 4.2 ડિગ્રીનો વધારો થયો હતો.સાથે પવનની ઝડપમાં પણ વધારો થતા લોકોને ગરમ કપડામાં વિંટળાઇ રહેવાની ફરજ પડી રહી છે. દરમિયાન હજુ પણ ઠંડીમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં રવિવારે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી હતું જેમાં 4.2 ડિગ્રીનો ઘટાડો થતા સોમવારે ઠંડી 15.3 ડિગ્રી રહી હતું.જ્યારે ગિરનાર પર્વત પર 10.3 ડિગ્રી ઠંડી રહી હતી. દરમિયાન સોમવારે મહત્તમ તાપમાન 27 ડિગ્રી, જ્યારે ભેજનું પ્રમાણ સવારે 54 ટકા અને બપોર બાદ 34 ટકા રહ્યું હતું.દરમિયાન પવનની ઝડપ રવિવારે 3.8 કિમી પ્રતિ કલાકની હતી જેમાં સોમવારે 2.7 કિમીની ઝડપનો વધારો થતા પવનની ઝડપ 6.5 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...