નેચર ફર્સ્ટના માધ્યમથી છેલ્લા દોઢ વર્ષથી ડો.એન.પી. પટેલ તથા પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર તથા જુનાગઢ ખાતે પ્લાસ્ટિક મુક્તિ અભિયાન ચલાવી અને પ્લાસ્ટિકના પ્રદૂષણની ગંભીરતા અંગે લોકોમાં જન જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર ખાતે 74 સપ્તાહથી દર શનિવારે નેચર ફર્સ્ટ - ગાંઘીનગરની ટીમ દ્વારા ગાંધીનગર શહેરના અગલ - અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમિયાન શહેરની શાક માર્કેટોમાં ખરીદી કરવા આવતા લોકોને પ્લાસ્ટિકની થેલીઓના બદલામાં કપડાની થેલીઓ આપી અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજાવી જાગૃત કરવામાં આવે છે.
ડો. એન.પી. પટેલના પ્રકૃતિ પ્રેમની ભાવના ઉજાગર કરવાના હેતુ થી નેચર ફર્સ્ટ - જુનાગઢની ટીમ દ્વારા જૂનાગઢ ખાતે 64 સપ્તાહથી દર રવિવારે ગિરનાર જંગલના અલગ - અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે આજ રોજ વાઘેશ્વરી માતાજીના મંદિરની આસપાસના જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજી આશરે 120 કીલો જેટલાં પ્લાસ્ટીકનો નાશ કરવામાં આવ્યો હતો.જેમાં છેલ્લા છ સપ્તાહથી હ્યુમાનીટી ફર્સ્ટ ગ્રુપ - જુનાગઢના મિત્રો પણ નેચર ફર્સ્ટ ની ટીમ સાથે જોડાઈને પ્રકૃતિનું જતન કરી રહ્યાં છે.ત્યારે નેચર ફર્સ્ટ ટીમ દ્વારા છેલ્લા 65 સપ્તાહ દરમિયાન ગીરનાર જંગલમાંથી આશરે 15 ટન જેટલું પ્લાસ્ટિક એકઠું કરી અને જંગલને નુકશાન કરનાર પ્લાસ્ટિક દૂષણ દુર કરવામાં આવ્યું છે. આ પ્રદુષણ મુક્ત પ્રકૃતિના જતાં માટે કરવામાં આવ્યા કાર્ય ને કલેકટર દ્વારા પણ વધાવવામાં આવ્યું છે અને પ્રદૂષણ મુક્ત આ કાર્યથી લોકોમાં પણ પ્રકૃતિનું પ્લાસ્ટિક મુક્ત અભિયાન પ્રેરણારૂપ સાબિત થયું છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.