તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:યુ ટાઇપના બદલે ઝેડ ટાઇપ સર્વિસ રોડથી 1.5 કિમીનો ધક્કો

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝેડ ટાઇપ રોડ બનશે તો ખેડૂત હિત રક્ષક સમિતી કરશે આંદોલન

નદી પર પુલ બનાવવો ન પડે તે માટે એજન્સીએ બાયપાસ રોડ પરના સર્વિસ રોડમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારથી લોકોને 1 થી 1.5 કિમીનો ધક્કો થવાની સંભાવના હોય આ સર્વિસ રોડનો વિરોધ ઉઠ્યો છે. આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતીના પ્રમુખ અતુલ શેખડાએ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી, સાંસદ રાજેશ ચુડાસમા અને પોરબંદરના સાંસદ રમેશ ધડુકને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, જેતપુર સોમનાથ રોડ પૈકી જૂનાગઢ બાયપાસ કે જે વંથલી તાલુકાના નાંદરખી ગામેથી પસાર થતા ધંધુસર જૂનાગઢ રોડને ક્રોસ કરે છે ત્યાં ઓવર બ્રિઝ બનાવાયો છે.

અહિં પહેલા યુ ટાઇપ સર્વિસ રોડ બનાવવાનો હતો. બાદમાં રસ્તામાં આવતી નદી પર પુલ બનાવવો ન પડે તે માટે ડિઝાઇનમાં ફેરફાર કરી યુના બદલે ઝેડ ટાઇપનો સર્વિસ રોડ બનાવવાની પ્રપોઝલ કરાઇ છે. જો ઝેડ આકારનો સર્વિસ રોડ બને તો ઝાંઝરડાની 1,50,000ની વસ્તી, ધંધુસરની જનતા, સોમનાથથી ધંઘુસર જતા ટ્રાફિક તેમજ જૂનાગઢ તરફના ટ્રાફિકને 1.5 કિમીનો ધક્કો થશે.

અન્ય સમાચારો પણ છે...