રસીકરણ:જૂનાગઢના 15 કિન્નરોને અપાઇ કોરોના વેક્સિન, વેક્સિન આપ્યા બાદ સાડી સહિતની વસ્તુ ભેટમાં અપાઇ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જૂનાગઢ શહેરના 15 કિન્નરોને કોરોનાથી રક્ષિત કરવામાં આવ્યા છે. એટલું જ નહિ રસી આપ્યા બાદ આ કિન્નરોને સાડી સહિતની વસ્તુ પણ આપવામાં આવી હતી. હાલ કોરોના મહામારીને લઇ સંક્રમણ થતું અટકાવવા માટે વેક્સિનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. મનપા દ્વારા અનેક સ્થળો પર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ કાર્યમાં સેવાભાવી સંસ્થાઓ પણ સહયોગ કરી રહી છે. દરમિયાન જૂનાગઢની જશ કન્સલ્ટન્સી અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં 15 કિન્નરોને રસી આપવામાં આવી હતી. દરમિયાન ઉપસ્થિત કમિશ્નર તુષાર સુમેરા, મેયર ધીરૂભાઇ ગોહેલ, ગૌરવ રૂપારેલીયા વગેરેના હસ્તે કિન્નરોને સાડી તેમજ અન્ય ચિજવસ્તુની ભેટ અપાઇ હતી. આ ઉપરાંત શેર એન્ડ કેર એનજીઓ દ્વારા પણ કિન્નરોને ભેટ આપવામાં આવી હતી. દરમિયાન આ તકે કિન્નર નિલુ માતાજીએ જણાવ્યુ હતું કે, આજે અમને માત્ર રસી જ નહિ માન અને સન્માન પણ મળ્યું છેે. પરીણામે અમે પણ આ સમાજનો જ એક ભાગ છીએ તેની પ્રતિતી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...