આવેદન:માલધારીને મસવારી પાસ ઇશ્યુ મુદ્દે 15 દિવસનું અલ્ટિમેટમ

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માલધારીઓ પશુ સાથે કલેકટર કચેરીએ નાંખશે ધામા

જૂનાગઢના ડુંગરના ઇન્દ્રેશ્વર બીટમાં માલધારીઓને મસવારી પાસ રિન્યુ કરવા મુદ્દે દિવસ 15નું અલ્ટિમેટમ અપાયું છે. જો દિવસ 15માં યોગ્ય નહિ થાય તો માલધારીઓ પોતાના પશુ સાથે કલેકટર કચેરી ખાતે ધામા નાંખશે તેવી ચિમકી ઉચ્ચરાઇ છે.આ અંગે વિસાવદર ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે.

આવેદનમાં જણાવાયું છે કે, ખાખરા ઢોરી, પાંચ પીરવાળી વીળીમાં સુખપુર, બામણગામ, ચોકલી, વડાલ વગેરે ગામોના માલધારીઓને 3 વર્ષથી મસવારી પાસ ઇશ્યુ ન કરી પશુ ચરાવવા વીળીમાં પ્રવેશની મનાઇ ફરમાવી દીધી છે. ત્યારે દિવસ 15માં યોગ્ય નહિ થાય તો માલધારી પશુ સાથે કલેકટર કચેરી ખાતે ધામા નાંખશે. આ તકે ધારાસભ્ય ભીખાભાઇ જોશી, નટુભાઇ પોંકીયા વગેરેની ઉપસ્થિતી રહી હતી.