તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:148 સંસ્થાને ફાયર NOC માટે 10 દી 'ની મુદ્દત

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અનેક સંસ્થાઓમાં ફાયર પ્રિવેન્શનની બેદરકારીને લઇ મહાનગરપાલિકાની ફાયર શાખા આગ બબૂલા બની, નોટીસોનો મારો શરૂ
 • જીઆઇડીસીના કારખાના, હોસ્પિટલો, કોમર્શિયલ બિલ્ડીંગો, હાઇરાઇઝ રેસીડેન્સીયલ બિલ્ડીંગો ફાયર શાખાના રડારમાં

જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર શાખાએ 148 સંસ્થાને ફાયરની એનઓસી મામલે નોટીસ ફટકારી છે. આ નોટીસનો દિવસ 10માં જવાબ આપવા જણાવાયું છે. જો નિયત સમય મર્યાદામાં કામગીરી કરવામાં નહી આવે તો ફાયર શાખા દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી વિગત સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગમાં અનેક વિદ્યાર્થીઓ મોતને ભેટયા હતા. તે હ્રદયદાવક દ્રશ્યોને લોકો હજુ ભૂલી શકયા નથી.

જોકે, ધંધાદારીઓએ આ ઘટનામાંથી પણ કોઇ બોધપાઠ લીધો નથી. તેનું પરિણામ એ છે કે, સુરતના તક્ષશીલા કાંડ પછી પણ આગની ઘટનાને બનતી અટકાવી શકાય નથી. ત્યાર બાદ અમદાવાદ, રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. એટલું જ નહિ હાલમાં જ મહારાષ્ટ્રમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા અનેક દર્દીઓ કમકમાટી ભર્યા મોતને ભેટ્યા છે.

ત્યારે માનવ બેદરકારીના કારણે અનેક સ્થળોએ બનેલી આગની ઘટના જૂનાગઢમાં બનવા ન પામે અને કોઇ જાનહાની થવા ન પામે તે માટે પાણી પહેલા પાળ બાંધવા મનપાના કમિશ્નર તુષાર સુમેરાની સૂચનાથી ફાયર ઓફિસર મયુર ચૌહાણે કડક હાથે કામગીરી શરૂ કરી છે. જૂનાગઢની અનેક ધંધાદારી સંસ્થાઓ અને બાંધકામોમાં ફાયર પ્રિવેન્શનની બેદરકારીને લઇ ફાયર શાખા આગબબૂલા બની ગઇ છે. હાલ શહેરના અનેક કારખાના, હોસ્પિટલો, કોમર્શિયલ બિલ્ડીંગો તેમજ હાઇરાઈઝ રેસીડેન્સીયલ બિલ્ડીંગો ફાયર એનઓસી મામલે ફાયર શાખાના રડારમાં આવી ગયેલ છે.

પરિણામે ફાયર એનઓસી મેળવી લેવા માટે શહેરની 148 સંસ્થાને નોટીસ પાઠવી છે. આ સાથે દિવસ 10માં યોગ્ય કામગીરી કરવાની પણ તાકીદ કરી છે. અન્યથા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું છે. પરિણામે ફાયર એનઓસી મેળવવા માટે આવી સંસ્થાના લોકોમાં દોડધામ મચી જવા પામી છે.

અનેક પદાધિકારીઓના ફોન રણક્યા
ફાયર એનઓસી મેળવી લેવા નોટીસો ઇશ્યુ થતા અનેક લોકોના પગ નીચે રેલો આવ્યો છે. લાગતા વળગતાની ભલામણ કરવા અનેક પદાધિકારીઓના ફોન રણકી ઉઠ્યા હતા. જોકે, નિયમમાં કોઇપણ બાંધછોડ કરવામાં નહી આવે તેવું રોકડું પરખાવી દેવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે

148માં આ સંસ્થાઓનો સમાવેશ જૂનાગઢ શહેરમાં આવેલી જીઆઇડીસીમાં આવેલ 57 કારખાના, શહેરમાં આવેલ 49 હોસ્પિટલો, 13 કોમર્શિયલ બિલ્ડીંગો તેમજ 29 હાઇરાઈઝ રેસીડેન્સિયલ બિલ્ડીંગોને ફાયર એનઓસી મેળવી લેવા નોટીસ ફટકારાઇ છે.
નોટીસોમાં શું જણાવાયું છે ?
નોટીસોમાં જણાવાયું છે કે, તમારી પાસે ફાયર એનઓસી છે કે નહી ? હોય તો રજૂ કરો, ન હોય તો કઢાવી લો. મુદ્દત પૂર્ણ થઇ ગઇ હોય તો રિન્યુ કરાવી લો. આ કામગીરી 10 દિવસમાં કરવાની રહેશે.
નિયત સમય મર્યાદા બાદ કાર્યવાહી કરવામાં આવશે
એનઓસી માટે દિવસ 10નો સમય અપાયો છે. બાદમાં પણ કામગીરી નહિ કરે તો 2 દિવસની શોર્ટ નોટીસો અપાશે. તેમ છત્તાં પણ કોઇ કામગીરી નહિ કરાય તો સિલ મારવા સુધીની કાર્યવાહી
કરવામાં આવશે.
ફાયર એનઓસી માટે માહિતી કેન્દ્ર બનાવ્યું લોકોને ફાયર એનઓસી મેળવવા માટે શું કરવું ? તે અંગે નિ:શુલ્ક માહિતી પ્રદાન કરવા માટે મનપા ખાતે માહિતી કેન્દ્ર શરૂ કરાયું છે. અહિં ફાયર સેફ્ટી માટે કયા અને કેટલા સાધનો વસાવવા, કઇ રીતે ફિટીંગ કરવું, કઇ રીતે સાધનો ઓપરેટર કરવા તે અંગેની તમામ માહિતી આપવામાં આવે છે.
સ્કૂલો અને હોસ્પિટલો મુખ્ય ટાર્ગેટ છે ખાસ કરીને જો આગની ઘટના સ્કૂલ અથવા હોસ્પિટલમાં બને તો જાનહાની વધુ થવાની સંભાવના નકારી શકાય નહિ. કારણ કે હોસ્પિટલમાં રહેલા દર્દીઓ ભાગી શકવા માટે સક્ષમ હોતા નથી. જ્યારે સ્કૂલોમાં નાના બાળકો હોય તેમને આગથી બચવા અંગે પુરતું નોલેજ ન હોય ભાગદોડમાં પણ જાનહાનિ વધી શકે છે. માટે હાલ સ્કૂલો અને હોસ્પિટલ ફર્સ્ટ પ્રાયોરિટી છે. આ બન્નેને પહેલા સેફ કરવા માટેનું ટાર્ગેટ છે. બાદમાં અન્ય સંસ્થાઓ પર ફોકસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો