તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય:ટીકરમાં 14 કેસ, 2નાં મોત, 10 દિવસનું લોકડાઉન

શાપુર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોગ્ય ટીમે ઘરે-ઘરે જઈ ટેસ્ટીંગ હાથ ધર્યું

છેલ્લા થોડાક દિવસોથી રાજ્યામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં કેસમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે જૂનાગઢના વંથલી તાલુકાના 3000ની વસ્તી ધરાવતા ટીકર ગામે 14 જેટલાં પોઝેટીવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. તેમજ 2 લોકોના મૃત્યું થતાં ટીકર ગામના લોકોએ સ્વેચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણંય લીધો છે.

આ અંગે ગામના સરપંચ લક્ષમણભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે,છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસો વધતા તેમજ 2 લોકોના મૃત્યું થતા સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગામલોકોએ સ્વેચ્છિક લોકડાઉનનો નિર્ણંય કર્યોં છે. જેમાં હાલ 14 જેટલાં કેસ પોઝેટીવ નોંધાતા આરોગ્યની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે.

લોકોને જરૂરિયાત ચીજ વસ્તું માટે ગામના વેપારીઓને બે કલાક સવારે તેમજ બે કલાક સાંજે દૂકાન ખોલવા જણાવ્યું છે. તેમજ ગામના લોકોને જરૂરી કામ વગર બહાર ન નીકળવા તેમજ માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સેનિટાઇઝર, તેમજ દવાનો છંટકાવ કરવામાં આવશે. હાલ 10 દિવસનું સ્વેચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. જરૂર પડ્યે ગામલોકો તેમજ વેપારીઓ સાથે ચર્ચા કરી લોકડાઉન વધારવામાં પણ આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો