જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 18 એપ્રિલના ગુજકેટની પરીક્ષા યોજાઇ હતી. શહેરમાં 12 બિલ્ડીંગોના 154 બ્લોકમાં લેવાનાર પરીક્ષા માટે કુલ 3046 ઉમેદવારો નોંધાયા હતા. કુલ 3 વિષયની પરીક્ષા યોજાઇ હતી.
આ પરીક્ષામાં રસાયણ- ભૌતિક વિજ્ઞાનના પેપરમાં કુલ 3,048 ઉમેદવારોમાંથી 2,980 હાજર રહ્યા હતા અને 68 ગેરહાજર રહ્યા હતા. જીવ વિજ્ઞાનમાં 2,218 ઉમેદવારોમાંથી 2,159 હાજર રહ્યા હતા અને 59 ગેરહાજર રહ્યા હતા. ગણિતમાં 835 ઉમેદવારોમાંથી 826 હાજર રહ્યા હતા અને 9 ગેરહાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.