તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરવે:જૂનાગઢ મનપામાં 135 રેગ પિકર્સ શ્રમજીવીઓ નોંધાયા, પ્લાસ્ટિક મુકત ગુજરાતના શ્રમજીવીઓના ઉત્કર્ષ માટે બેઠક

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાકી રહેતા શ્રમજીવી સ્થાનિક સફાઇ ઓફિસે નોંધણી કરાવે

સરકાર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગુજરાત માટે રેગ પિકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટિક ઘન કચરાના વ્યવસ્થાપન સાથે જોડી તેમના આર્થિક ઉત્કર્ષ માટે રેગ પિકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના લાગુ કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢમાં પણ રેગ પિકર્સ શ્રમજીવીઓને યોજનાનો પૂરો લાભ મળે તે માટે મનપા ખાતે એક બેઠક કરવામાં આવી હતી.

દરમિયાન કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને મલ્ટિ લેયર્સ પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવે અને તેના શ્રમજીવીઓને પૂરતા ભાવ મળે તેમ માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન જૂનાગઢ મનપામાં પ્લાસ્ટિક એકત્રિત કરનારા શ્રમજીવીઓની સંખ્યા 135ની નોંધાઇ છે. જ્યારે બાકી રહેતા શ્રમજીવીઓ પોતાના સ્થાનિક વિસ્તારની સફાઇ ઓફિસમાં નામ નોંધણી કરાવી દે. રેગ પિકર્સ પ્રતિ દિન 10 કિલો પ્લાસ્ટિક જમા કરાવશે તો તેને કિલો દિઠ 3 રૂપિયાની સહાય તેના સીધા બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો