છેતરપિંડી:જૂનાગઢના 2 વ્યક્તિને હોલી ડે પેકેજના નામે 1.35 લાખનો ધૂંબો`

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 શખ્સો સામે સાયબર સેલમાં ફરીયાદ કરાઇ

જૂનાગઢના 2 વ્યક્તિ સાથે હોલી ડે પેકેજના નામે 1.35 લાખની છેતરપિંડી કરાતા આ મામલે સાયબર સેલમાં ફરિયાદ કરાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ સાયબર સેલમાં જૂનાગઢના સુમનભાઇ દત્તાણી અને રાજેશભાઇ દેસાઇએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, જૂનાગઢની એક હોટલમાં અમદાવાદની તુલીપ હોલી ડે એન્ડ રિસોર્ટ પ્રાઇવેટ લિમીટેડના સેલ્સ એક્ઝિક્યુટિવ અમીત પાણખાણીયાએ કેમ્પ કર્યો હતો. આ કેમ્પમાં અમદાવાદની હોટેલ-હોલીડેના પેકેજ ખરીદવા જણાવ્યું હતું.

જેમાં રાજેશભાઇ દેસાઇએ પેકેજ ખરીદી કરી 60,000ની રકમ ઓનલાઇન જમા કરાવી હતી. જ્યારે વેરાવળની હોટેલમાં કેમ્પ કરવામાં આવેલ તેમાં સુમનભાઇ દત્તાણીએ પેકેજ ખરીદી 75,000ની રકમ જમા કરી હતી. જોકે, બાદમાં કંપની દ્વારા કોઇપણ પ્રકારની સગવડ કે રૂમ આપવામાં આવેલ ન હતા. આ મામલે જાણ કરવા છત્તાં જવાબ આપવાના બદલે મેમ્બરશિપ કેન્સલ કરી નાંખી છે.

હવે નાણાં રિફંડ પણ આપતા નથી. આ કંપીનીએ સમગ્ર ગુજરાતમાં 100થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે. ત્યારે આ બન્ને શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. આ અંગે ફોન કરતા અમિત પાણખાણીયાનો મોબાઇલ નંબર 9909905182 બંધ આવે છે. ફરિયાદીએ કંપનીના કસ્ટમર કેર નંબર, મેઇલ આઇડી, બેન્ક એકાઉન્ટ નંબર 50200066411602, આઇએફએસસી કોડ એચડીએફસી 0003964 તેમજ અમદાવાદનું એડ્રેસ આપી આ મામલે તપાસ કરી ગૂમાવેલી રકમ પરત અપાવવા તેમજ આરોપીને કડક સજા કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...