તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:જિલ્લાનાં 3 તાલુકાના 5 ગામમાં 1.5 માસમાં જ 130ના મોત

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માત્ર અધિકારીઓ આવતા જ ન હોવાનો ગામના અગ્રણીનો આક્ષેપ

જૂનાગઢ, વિસાવદર અને મેંદરડા એમ 3 તાલુકાના 5 ગામમાં જ કોરોનાના કારણે માત્ર દોઢ માસમાં જ 130 જેટલા લોકોના મોત થયા હોવાનો ગામના અગ્રણીએ આક્ષેપ કર્યો છે. સાથે અધિકારીઓ આરોગ્યલક્ષી તપાસ કરવા ડોકાતા જ ન હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ અંગે જૂનાગઢની આઝાદચોક પોસ્ટ ઓફિસના પૂર્વ પોસ્ટ માસ્તર અને પ્લાસવા ગામના અગ્રણી વજુભાઇ પટોળીયાએ જણાવ્યું છે કે, કોરોનાના મામલે ગામડામાં સંક્રમણ અને મોતની સંખ્યા વધી છે.

આજુબાજુના ગામના લોકોના સંપર્કથી જાણવા મળ્યું છે કે, જૂનાગઢ, વિસાવદર અને મેંદરડા તાલુકાના 5 ગામોમાં કોરોનાના કેસ તેમજ મોતનો આંક પણ ઉંચો છે. જૂનાગઢ નજીકના 6,000ની વસ્તી ધરાવતા પ્લાસવા ગામમાં 20ના મોત થયા છે. વિસાવદર તાલુકાના 1200ની વસ્તી ધરાવતા કુબામાં 15ના મોત થયા છે. મેંદરડા તાલુકાના 5,000ની વસ્તી ધરાવતા સમઢિયાળામાં કોરોનાથી 30ના મોત થયા છે. જૂનાગઢ તાલુકાના 4,000ની વસ્તી ધરાવતા બગડુ ગામમાં કોરોનાથી 35ના મોત થયા છે. જ્યારે 10,000ની વસ્તી ધરાવતા સરસઇ ગામમાં 35ના કોરોનાથી મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...