ઝીણવટભર્યું મોનીટરીંગ:કોડીનારમાં 13, ગીરગઢડામાં 12, જૂનાગઢમાં 4 કોપીકેસ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • નરસિંહ મહેતા યુનિ.ની પરીક્ષાના પાંચમાં દિવસે 29 કોપીકેસ

જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાના ચોથા દિવસે 29 કોપી કેસ થયા હતા.જયારે કુલ 28,566 વિદ્યાર્થીઓમાંથી 662 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. આ અંગે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે,વિવિધ 80 કેન્દ્રો ઉપર સેમેસ્ટર-3 ની રેગ્યુલર તથા એક્સટર્નલ ઓફલાઈન પરીક્ષા લેવાઇ રહી છે.

પરીક્ષાના પાંચમાં દિવસે બીએ, બીએ(હોમ સાયન્સ),બીકોમ, બીએસસી, બીએસસી(હોમ સાયન્સ), બીબીએ, બીએસડબલ્યુ, બીઆરએસની પરીક્ષામાં કુલ 28,566 વિદ્યાર્થીઓમાંથી 662 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.પાંચમાં દિવસના અંતે કોડીનાર ખાતે 13, ગીરગઢડા ખાતે 12 તથા જૂનાગઢ ખાતે 4 મળીને કુલ 29 કોપીકેસ નોંધાયા હતાં.

જેમાં ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, સમાજશાસ્ત્ર, અંગ્રેજી અને બીકોમમાં ઇન્કમટેક્ષ વિષયમાં કોપીકેસ નોંધાયા હતાં. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...