તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:જૂનાગઢ, ઉના, દિવરાણામાં પ્રથમ દિવસે 13 કોપી કેસ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નરસિંહ યુનિ.ની યુજી,પીજી સેમેસ્ટર-3 ની પરીક્ષા શરૂ

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા યુજી અને પીજી સેમેસ્ટર-3 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. દરમિયાન પ્રથમ દિવસે 13 કોપી કેસ નોંધાયા છે. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુજી અને પીજી સેમેસ્ટ-3 ની બીએ, બીએ(હોમ સાયન્સ),બીકોમ, બીબીએ, બીએસસી, બીએસસી(આઇટી), ફોરેન્સિક સાયન્સ, હોમ સાયન્સ, એલએલએમ, અેમઆરએસ સહિતની પરીક્ષાનો પ્રારંભ થયો છે.

દિવસ દરમિયાન ત્રણ સેશનમાં, 80 સેન્ટરમાં લેવાતી પરીક્ષામાં કુલ 32,122 છાત્રોમાંથી 636 છાત્રો ગેરહાજર રહ્યા હતા. જ્યારે પ્રથમ દિવસે 13 કોપી કેસ નોંધાયા છે. આ કોપી કેસ જૂનાગઢ, ઉના, દિવરાણા ધાર ખાતેના પરીક્ષા કેન્દ્રોમાં નોંધાયા છે. ખાસ કરીને કેમેસ્ટ્રી, સમાજશાસ્ત્રના વિષયોમાં કોપી કેસ કરવામાં આવ્યા છે. દરમિયાન પરીક્ષા ચોરીના દૂષણને ડામવા માટે વિવિધ કેન્દ્રો પર સ્ક્વોડ દ્વારા તેમજ યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો