તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:સ્કોલરશિપ પરીક્ષામાં જૂનાગઢ જિલ્લાના 126 છાત્રો મેરીટમાં

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 4,034 હાજર, 233 ગેરહાજર, 2,299 ક્વોલીફાઇડ થયા
  • તમામને ધોરણ 9 થી 12 સુધીની સ્કોલરશિપનો લાભ મળશે

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતી ધરાવતા તેજસ્વી છાત્રો ધોરણ 12 સુધી અભ્યાસ કરી શકે તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે માટે ધોરણ 8માં અભ્યાસ કરતા છાત્રોની સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવે છે. આવી પરીક્ષા પાસ કરનાર છાત્રને ધોરણ 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે.

દરમિયાન જૂનાગઢ જિલ્લામાં પણ 126 છાત્રો આવી સ્કોલરશિપ મેળવવાને પાત્ર બન્યા છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 14 માર્ચ 2021ના રોજ રાજ્યના તમામ તાલુકા મથકે સ્કોલરશિપ પરીક્ષા લેવાઇ હતી. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં 4,267 છાત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 4,034 છાત્રો હાજર રહ્યા હતા જયારે 233 છાત્રો ગેરહાજર રહ્યા હતા. દરમિયાન 2,299 છાત્રોએ ક્વોલીફાઇડ ગુણ મેળવ્યા હતા જ્યારે 126 છાત્રો મેરીટમાં આવતા તેઓ ધોરણ 9 થી લઇને ધોરણ 12 સુધી સ્કોલરશિપ મેળવવાના પાત્ર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...