ખાતમુહૂર્ત:બરડિયામાં 1,25,00,000ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

જૂનાગઢ,વિસાવદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામનાં લોકોને સારવાર માટે બહાર ગામ જવું નહીં પડે, ઘર બેઠા સારવાર મળશે
  • 8 માસમાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડીની ભેટ મળશે

વિસાવદર તાલુકાના બરડીયા ગામે 1,25,00,000ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. હવે ગ્રામજનોને ટૂંક સમયમાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આંગણવાડીની ભેટ મળશે. ભૂદેવોના મુખેથી ઉચ્ચારતા મંત્રોના જાપ સાથે શાસ્ત્રોક્ત વિધીથી થયેલ ભૂમિ પૂજનમાં જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, પ્રવિણભાઇ પટોળીયા, વિરેન્દ્રભાઇ સાવલીયા, નિતીનભાઇ કપુરીયા, દિનેશભાઇ ખટારીયા, બરડીયાના સરપંચ પ્રવિણભાઇ સાવલીયા વગેરેની ઉપસ્થિતી રહી હતી.

બાદમાં લેઉવા પટેલ સમાજ ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં ઉપરોકત મહાનુભાવો ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કનુભાઇ ભાલાળા, હરિભાઇ રિબડીયા, જમનભાઇ સાંગાણી, અશ્વિનભાઇ સરધારા,રતિભાઇ સાવલીયા વગેરનું સન્માન કરાયું હતું. આ તકે કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય કેન્દ્ર બનતા બરડીયાના લોકોને ઘરબેઠા આરોગ્યની સેવા ઉપલબ્ધ થશે, સારવાર માટે બહારગામ જવું નહિ પડે. જે આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું છે તેનું કામ 8 માસમાં પૂર્ણ થઇ જશે બાદમાં લોકાર્પણ કરવામાં આવશેે.

અન્ય સમાચારો પણ છે...