તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:1,20,000નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ13 દિવસ પહેલા
 • કૉપી લિંક

કેશોદના દેવાણી નગરમાં રહેતા રાજેન્દ્ર ઉર્ફે રાજુ રાણાભાઇ બાબરીયાના રહેણાંક મકાને દરોડો પાડી 43,200નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે આરોપી મળી આવ્યો ન હતો. દરમિયાન શહેરના 66 કેવી શ્રમજીવી નગરમાં રહેતો ચરણસિંહ શાંતુભાઇ બોરીચા કારમાં દારૂ લઇને જૂનાગઢ તરફ આવતો હોવાની બાતમી મળી હતી. બાદમાં સાંકળીધાર ચેક પોસ્ટ પરથી પસાર થતી જીજે 31 એ 1483 નંબરની કારને રોકાવી ચેક કરતા તેમાંથી 48,000 નો ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો.

એલસીબીએ દારૂ, કાર, મોબાઇલ મળી કુલ 3,03,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરમિયાન બાતમી મળી કે આરોપી ચરણસિંહ શાંતુભાઇ બોરીચાએ બે ત્રણ દિવસ પહેલા મંગાવેલ દારૂનો જથ્થો પોતાના મકાનમાં છુપાવ્યો છે. બાદમાં આરોપીના ઘરે તપાસ કરી 28,800નો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આમ, કુલ 3 સ્થળેથી દારૂ, કાર, મોબાઇલ મળી કુલ 3,75,000નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો