માંગણી:તાલાલાના પીખોર ગામે 120 ભુલકાઓ આંગણવાડીના જર્જરીત મકાનમાં અકસ્‍માતના ભય હેઠળ અભ્‍યાસ કરવા મજબુર

તાલાલા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંગણવાડીનું જર્જરીત મકાન - Divya Bhaskar
આંગણવાડીનું જર્જરીત મકાન
  • તા.પં.ના સભ્‍યોએ ડીડીઓ તથા જી.પ.પ્રમુખને રજૂઆત કરી તાત્‍કાલીક આંગણવાડીનું નવું મકાન બનાવી આપવા માંગણી કરી
  • આંગણવાડીમાં નિયમિત આવતા નાના ભૂલકાઓ અકસ્‍માતના ઓછાયા હેઠળ બેસી જ્ઞાન મેળવી રહ્યા છે

ગીર સોમનાથ જિલ્‍લાના તાલાલા તાલુકાના છેવાડાના ગરીબ અને પછાત વિસ્તારમાં આવેલા પીખોર ગીર ગામની બાલ આંગણવાડી સાવ જર્જરીત સ્‍થ‍િતિમાં હોવાથી ત્યા આવતા 120 બાળકોના માથે અકસ્‍માતનો સતત ભય સતાવી રહ્યો છે. જેને લઇ તાલુકા પંચાયતના સભ્યોએ આંગણવાડીનું નવું બિલ્ડીંગ બનાવવા માટે ડીડીઓને રજૂઆત કરી છે.

આંગણવાડીનું મકાન વર્ષો જુનુ હોવાથી હાલ જર્જરીત

રાજયમાં બાળકો માટે આધુનિક આંગણવાડીથી લઇ શાળા બનાવવામાં આવતી હોવાનો રાજય સરકાર દાવો કરી રહી છે. તેવા દાવાની પોલ ખોલતી હકકીત રાજયના છેવાડાના વિસ્‍તારોમાંથી સામે આવી રહી છે. જે સરકારના દાવા સામે સવાલો ઉભા કરે છે. ગીર સોમનાથ જિલ્‍લાના તાલાલા તાલુકાના ગરીબ અને પછાત વિસ્‍તારમાં આવેલા પીખોર ગીર ગામની જર્જરીત આંગણવાડી અંગે તાલુકા પંચાયતના સભ્ય મોતિબેન ભરડા તથા પૂર્વ સભ્‍ય નાગજીભાઇ ચૌહાણે જિલ્‍લા પંચાયતના પ્રમુખ અને જિલ્‍લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું કે, પીખોર ગીર ગામની બાલ આંગણવાડીમાં નાના-નાના 120 જેટલા ભુલાકાઓ અભ્યાસ માટે નિયમિત જાય છે. પરંતુ બાલ આંગણવાડીનું મકાન વર્ષો જુનુ હોવાથી હાલ જર્જરીત થઇ ગયું છે.

આકસ્મીક ઘટના બને તે પૂર્વે નવુ મકાન બનાવવા માંગ

જેના લીધે ગમે ત્‍યારે આ જર્જરીત મકાન અથવા તેનો કોઇ ભાગ પડી જવાની ભિતી રહી છે. જેથી આંગણવાડીમાં નિયમિત આવતા 120 નાના ભૂલકાઓ અકસ્‍માતના ઓછાયા હેઠળ બેસી જ્ઞાન મેળવી રહ્યા છે. ત્‍યારે જર્જરીત મકાનમાં કોઇ આકસ્‍મીક ઘટના બને તે પૂર્વે જ બાળકોની સલામતિને ઘ્‍યાને રાખી આંગણવાડીનું નવું મકાન વ્‍હેલીતકે બનાવી આપવા માંગણી છે. નવું મકાન બને ત્‍યાં સુધી ગામમાં કોઇ સુરક્ષીત અન્‍ય મકાનમાં આંગણવાડી ફેરવવી જોઇએ.

પીખોર- 2 (ગુંદાળા) આંગણવાડીનું પણ રીનોવેશન કરાવવા માંગ

તાલાલા તાલુકાના પીખોર ગીર ગામે બાલ આંગણવાડી કેન્દ્ર - 2 (ગુંદાળા) પણ કાર્યરત છે. આ આંગણવાડીનું મકાન પણ વર્ષો જુનુ થઇ ગયું હોવાથી મરામત માંગણી કરવામાં આવી છે. ત્‍યારે નવા આંગણવાડી બનાવવાની કામ સાથે આ કેન્‍દ્ર - 2 ના બિલ્ડીંગની પણ મરામત કરાવવા ડીડીઓ સમક્ષ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...