તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:જૂનાગઢમાં 120 અને ગિર સોમનાથમાં 38 ફોર્મ ભરાયા, હવે 2 દિવસ બાકી રહ્યા હોઇ ઉમેદવારી માટે દોડધામ થશે

જૂનાગઢ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોરઠમાં 158 ફોર્મ ભરાયા

જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ચોથા દિવસે વધુ 158 ફોર્મ ભરાયા છે. આમાં જૂનાગઢમાં 120 અને ગિર સોમનાથ જિલ્લામાં 38 ફોર્મનો સમાવેશ થાય છે. દરમિયાન હવે ફોર્મ ભરવા માટે શુક્ર અને શનિ એમ 2 જ દિવસ બાકી હોય અંતિમ 2 દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે દોડધામ થશે. દરમિયાન ફોર્મ ભરવાના ચોથા દિવસે ભરાયેલા ફોર્મ પર નજર કરીએ તો જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકો પર ચોથા દિવસ 11 ફેબ્રુઆરીએ 13 ફોર્મ ભરાયા છે. જ્યારે તાલુકા પંચાયતની 158 બેઠકો માટે 98 ફોર્મ ભરાયા છે.

આમાં ભેંસાણમાં 9, જૂનાગઢમાં 12, કેશોદમાં 1, માળીયામાં 20, માણાવદરમાં 10, માંગરોળમાં 21, મેંદરડામાં 1, વંથલીમાં 1 અને વિસાવદરમાં 24 ફોર્મનો સમાવેશ થાય છે. જ્યારે કેશોદ પાલિકામાં કુલ 8 ફોર્મ ભરાયા છે. આમાં વોર્ડ નંબર 2માં 3, વોર્ડ નંબર 4માં 1, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8 માં 2-2 ફોર્મનો સમાવેશ થાય છે. દરમિયાન ગિર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતમાં 28 બેઠકો પર ચોથા દિવસ 11 ફેબ્રુઆરીએ 6 ફોર્મ ભરાયા છે. જ્યારે તા. પં.માં વેરાવળમાં 2, તાલાલામાં 5, સુત્રાપાડામાં 11, કોડીનારમાં 1, ઉનામાં 1 અને ગિર ગઢડામાં 6 મળી કુલ 26 ફોર્મ ભરાયા છે. જ્યારે ગિર સોમનાથ નગરપાલિકામાં કુલ 6 ફોર્મ ભરાયા છે. આમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં 3 અને તાલાલા પાલિકામાં 3 ફોર્મનો સમાવેશ થાય છે.

જિલ્લા પંચાયત અમરાપુર ગિર બેઠકમાં 3 ફોર્મ
જૂનાગઢ જિ. પંચાયતની અમરાપુર ગિર બેઠકમાં ચોથા દિવસે 3 ફોર્મ ભરાયા હતા. આમાં કોંગ્રેસના 2 ફોર્મ અને આમ આદમી પાર્ટીના 1 ફોર્મનો સમાવેશ થાય છે.

જૂનાગઢ જિલ્લાનું આજ સુધીનું ચિત્ર
જૂનાગઢ જિલ્લામાં 11 ફેબ્રુઆરીએ અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો પર કુલ 15 ફોર્મ ભરાયા છે. જ્યારે તાલુકા પંચાયતની 158 બેઠકો પર કુલ 126 ફોર્મ ભરાયા છે. જ્યારે કેશોદ નગરપાલિકાના 9 વોર્ડમાં અત્યાર સુધીમાં કુલ 13 ફોર્મ ભરાયા છે.

ગિર સોમનાથ જિલ્લાનું આજ સુધીનું ચિત્ર
ગિર સોમનાથ જિલ્લામાં 11 ફેબ્રુઆરીએ અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતની 28 બેઠક પર 8 ફોર્મ ભરાયા છે. જ્યારે તાલુકા પંચાયતની બેઠકો પર અત્યાર સુધીમાં 34 ફોર્મ ભરાયા છે. જ્યારે વેરાવળ પાટણ સંયુકત તેમજ ઉના, તાલાલા અને સુત્રાપાડા નગરપાલિકાની બેઠકો પર અત્યાર સુધીમાં કુલ 16 ફોર્મ ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો