તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોની સેેવામાં:મામલતદાર કચેરી ખાતે 12 પિટીશન રાઇટરો કરશે કામગીરી

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ધારાધોરણ મુજબ ફિ લઇ કામ કરશે

શહેરના સરદાર બાગ પાસેની તાલુકા સેવા સદન ખાતે હવે 12 પિટીશન રાઇટરો લોકોની સેેવામાં હાજર રહેશે. તેઓ સરકારી ધારાધોરણ મુજબ ફિ લઇને અરજદારોના કામ કરી આપશે. પરિણામે લોકોને એજન્ટ રાજથી છૂટકારો મળશે. આ અંગે મળતી વિગત મુજબ તાલુકા સેવા સદન ખાતે આવકના દાખલા, ક્રિમીલીયર સર્ટિફિકેટ, રેશન કાર્ડમાં નામ ચડાવવા, રદ કરવા તેમજ અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જોકે, આ કામગીરી માટે આવતા અરજદારોને અહિં બેસતા એજન્ટોનો સહારો લેવો પડી રહ્યો હતો જેમાં આડેધડ નાણાં લેવાતા હતા.

દરમિયાન આવી કામગીરી યોગ્ય રીતે થાય અને વ્યાજબી નાણાંમાં થઇ શકે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ અંગે એસડીએમ અંકિત પન્નુએ જણાવ્યું હતું કે, હવે તાલુકા સેવા સદન ખાતે 12 પિટીશન રાઇટરો બેસશે. પ્રાંત અધિકારીને મળેલી સત્તા મુજબ આ પિટીશન રાઇટોરને અહિં મંજૂરી આપી છે. તેઓ સરકારના પરિપત્ર મુજબની ફિ લઇને અરજદારોની કામગીરી કરી આપશે. પરિણામે લોકોને એજન્ટોની ચુંગાલમાંથી છૂટકારો મળશે.

અન્ય સમાચારો પણ છે...