તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:જૂનાગઢ શહેરનાં 12 ટકા લોકો કોરોના રસીથી રક્ષિત

જૂનાગઢ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારી સામે સુરક્ષા માટે વેક્સિનની કામગીરી, 3,40,000 માંથી 40,000ને અપાઇ રસી
 • શહેરના અર્બન હેલ્થ સેન્ટરોમાં રસી લેવા, રિપોર્ટ કઢાવવા લાઇનો લાગી : ખોડલધામ સમિતી દ્વારા 3 દિવસથી યોજાતો કોવિશીલ્ડ રસીકરણ કેમ્પ

જૂનાગઢ જિલ્લામાં અને શહેરમાં પણ કોરોના મહામારીએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. દરરોજ આવતા કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. એમાંપણ જિલ્લામાં આવતા કુલ કેસના 50 ટકા જેટલા કેસ માત્ર જૂનાગઢ શહેરમાં આવી રહ્યા છે જે ચિંતાજનક બાબત ગણી શકાય. ત્યારે કોરોના મહામારી સામે લોકોને રક્ષિત કરવા કોરોના વેક્સિનેશની કામગીરીને વેગવંતી બનાવાઇ છે. જૂનાગઢ શહેરમાં અર્બન હેલ્થ સેન્ટરોમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે તેમજ રસી લેવા માટે લોકોની લાઇનો લાગી રહી છે. જ્યારે ખોડલધામ સેવા સમિતી જેવી સામાજીક સંસ્થાઓ દ્વારા પણ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

આ સંસ્થા દ્વારા શહેરમાં છેલ્લા 3 દિવસથી વેક્સિનેશન કેમ્પ ચલાવાઇ રહ્યો છે જેમાં 45 વર્ષથી વધુની વય ધરાવતા લોકોને રસી આપી કોરોનાથી રક્ષતિ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ખોડલધામ સમિતી દ્વારા શરૂ કરાયેલી કોરોના વેક્સિન કેમ્પેઇન શિબીરને મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ દિપ પ્રાગટ્ય બાદ ખુલી મુકી હતી. કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, શહેરના કુલ 3,40,000 ની જનસંખ્યામાંથી 40,000 લોકોને રસીથી રક્ષિત કરાયા છે. આમ, 12 ટકા લોકો રસીકરણથી સુરક્ષાનું કવચ ધારણ કરી ચૂકયા છે. જ્યારે શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારના રહિસોની સગવડતા માટે શિવમ પાર્ટી પ્લોટ ખાતે ડો. ડોબરીયાના નેતૃત્વમાં આરોગ્ય કર્મીની ટીમ રસીકરણ કાર્યક્રમ હેઠળ કોવિશીલ્ડની રસી આપી રહી છે.

અહિં ખોડલધામ સમિતી દ્વારા નાગરિકોને જરૂરી તમામ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. જી.કે. ગજેરા, પરેશભાઇ ડોબરીયા, નિતેશભાઇ રાદડીયા, રમેશભાઇ રૂપાપરા, રમેશભાઇ સાબલપરા, કેતનભાઇ ધડુક, સવજીભાઇ સિદ્ધપરા, દિવ્યેશ રૂપાપરા, સંજયભાઇ કાપડીયા, રમેશભાઇ ખેતાણી, મનસુખ કયાડા, રસીકભાઇ ઠુમર, વિજય ધોરાજીયા, નયનાબેન વઘાસીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

રસી લેવી એજ સમજદારી છે
ખોડલધામ સમિતી દ્વારા આયોજીત વેક્સિનેશન કેમ્પમાં ઉપસ્થિત રણછોડભાઇ ઠેસીયા, આરતીબેન ડોબરીયા, કાન્તીભાઇ અંટાળા, ગોવિંદભાઇ પાનેસરીયા, દિનેશભાઇ ગજેરા વગેરેએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણથી બચવા માટે રસી લેવી એજ સાચી સમજદારી છે. સાથોસાથ કોરોના ફેલાતો અટકાવવા માટે મોં પર માસ્ક પહેરી રાખવું તેમજ દો ગજકી દૂરી પણ જરૂરી છે. આ તમામ તકેદારીનું પાલન કરવું અત્યંત જરૂરી છે.

શહેરના અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ કામગીરી
કોરોના મહામારી સામે લોકોને રક્ષિત કરવા માટે મનપા દ્વારા ટીંબાવાડી, આંબેડકર નગર, ગણેશ નગર, શાંતેશ્વર સહિતના 6 અર્બન હેલ્થ સેન્ટરોમાં કોરોના વેક્સિન અને ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

ખોડલધામ ટ્રસ્ટની કામગીરી
લોક ડાઉન સમયે જરૂરિયાતમંદ લોકોને જીવનાવશ્યક ચિજવસ્તુની કિટો પહોંચાડાઇ હતી. હવે 45 વર્ષથી વધુની વય ધરાવતા નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા કોવિશીલ્ડ રસીના ડોઝ અપાઇ રહ્યા છે. > ગોપાલભાઇ રૂપાપરા, ટ્રસ્ટી ખોડલધામ સેવા સમિતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો