કોરોના અપડેટ:જૂનાગઢ જિલ્લામાં 12, ગીરસોમનાથ જિલ્લામાં 3 નવા કોરોના પોઝિટીવ

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં એક સાથે 8 કેસ પોઝિટીવ આવ્યા

જૂનાગઢ જિલ્લામાં આજે કુલ નવા કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 12 થઇ છે. જેમાં 8 જૂનાગઢ શહેરમાં અને 4 જિલ્લાના અન્ય તાલુકાઓમાં નોંધાયા છે. આજે જૂનાગઢ શહેરમાંથી કોરોનાના 6 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરાયા છે. તો 5325 લોકોનું રસીકરણ પણ કરાયું છે. જ્યારે સમગ્ર જિલ્લામાં 14851 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં આજે કોરોનાના 3 નવા કેસ સામે આવ્યા હતા. જે ત્રણેય વેરાવળ તાલુકામાં નોંધાયા છે. આની સામે કોનાના 10 દર્દીોઅને ડિસ્ચાર્જ પણ કરાયા છે. તો સમગ્ર જિલ્લામાં 17963 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...