કામગીરી શરૂ:સોમનાથ મંદિર સંકુલમાં 12 કરોડનાં સાંસ્કૃતિક કલા કેન્દ્ર નવનિર્માણ શરૂ

કાજલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથના ટ્રસ્ટીનું 5 કરોડ રૂપિયાનું દાન, કામગીરી શરૂ કરવામાં આવી

સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં ત્રિવેણી સંગમ પાસે ભવ્ય સાંસ્કૃતિક કલા કેન્દ્રનું નિર્માણ દાંતાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ કલા કેન્દ્ર અંદાજે 12 કરોડના ખર્ચે તૈયાર કરાશે જેની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. આ બાબતે માહિતી આપતા સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે. લહરી એ જણાવેલ કે સોમનાથ આવતા યાત્રિકો અને યુવાનોને કલા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા આવે અને યાત્રિકો સોમનાથ મહાદેવનાં દર્શન સાથે કલાથી પણ પરિચિત થાય તે માટે સોમનાથમાં સાંસ્કૃતિક કલા કેન્દ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે.

જે માટે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી હર્ષવર્ધન નિવેટીયા એ રૂ.5 કરોડ જેટલું દાન આપ્યું છે. જ્યારે આ ત્રણ માળનું બિલ્ડિંગ અંદાજે 10 થી 12 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર છે. સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રિકો માટે આ કલા કેન્દ્ર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

કેન્દ્રમાં વિવિધ કલાઓ
આ કલા કેન્દ્રમાં વિવિધ કલાઓ જેવી કે નાટક, નાટીકય સંગીત, ચિત્ર, સેમીનાર, પ્રેક્ટિસ વર્ક કરી શકે તે માટે હોલ બનાવાશે. તેમજ લોક સાંસ્કૃતિને લગતા સ્ટોલ તેમજ પ્રાકૃતિઓ પણ હશે. સાથોસાથ જૂના સિક્કા, ટપાલ ટિકિટ અને વાસણો પણ મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...