તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત બુક ઓફ રેકોર્ડ:જૂનાગઢના 12 બાળકો 6 કલાક સ્કેટીંગ કરી રેકોર્ડ કરશે

જૂનાગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 5 થી 11 વર્ષના બાળકો કરે છે પ્રેક્ટિસ, રવિવારે ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવશે

જૂનાગઢના 5 થી 11 વર્ષના 12 બાળકો રવિવારે સતત 6 કલાક સુધી સ્કેટીંગ કરી ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવશે. હાલ આ માટેની તડામાર તૈયારી ચાલી રહી છે. આ અંગે કૃષ્ણાવિદ્યા મંદિરના ચંદ્રેશભાઇ લોઢીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢના 12 બાળકો રવિવારે સ્કેટીંગમાં અનોખો રેકોર્ડ કરશે. શહેરના શિવ સ્કેટીંગ કલાસીસમાં તાલીમ લેતા 5 થી 11 વર્ષના 12 બાળકો હાલ આકરી તાલીમ લઇ રહ્યા છે. તેઓ રવિવાર 21 ફેબ્રુઆરીના સવારે 7 કલાકે ચોબારી રોડ સ્થિત શ્રીનાથજી પાર્ક ખાતે પોતાનું પર્ફોર્મન્સ દાખવશે. હાલ બાળકોના કોચ તરીકે કિર્તિબેન ફરજ બજાવી રહ્યા છે.

પાણી પણ પીધા વિના અને બ્રેક લીધા વિના સતત 6 કલાક સુધી સ્કેટીંગ કરી આ બાળકો ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પોતાનો રેકોર્ડ દર્જ કરાવશે. આ 12 બાળકોમાં ઠુંબર રાધેય, રાજા નવ્યા, વાજા હેતવી, વસાણી ધ્યેય, ચૌહાણ કુંજ, કોરડીયા પરી, ફળદુ દેવ, લોઢીયા હર્ષ, ગોહિલ કૈવલ્ય, હરિયાણાવાલા અમ્માર, ધાનાણી માનસી, પટેલ કુશલ વગેરેનો સમાવેશ થાય છે. તમામ બાળકોની મેડીકલ સેવા માટે ડો. ઉત્પલ ગોહિલ સ્કેટીંગ સમયે હાજર રહેશે. જ્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા ચંદ્રેશભાઇ લોઢીયા, યેશા રાજા અને બિના ઠુંબર જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો