સામાજિક આયોજન:ગીર સોમનાથના સુત્રાપાડામાં વસંત પંચમીએ કારડીયા રાજપૂત સમાજના 11માં સમુહ લગ્નોત્‍સવ યોજાશે

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એક વર્ષ અગાઉ યોજાયેલ સમુહલગ્‍નોત્‍સવમાં હાજર સમાજના વજુભાઇ વાળા સહિના આગેવાનો - Divya Bhaskar
એક વર્ષ અગાઉ યોજાયેલ સમુહલગ્‍નોત્‍સવમાં હાજર સમાજના વજુભાઇ વાળા સહિના આગેવાનો
  • સમૂહલગ્નના આયોજન અંગે ગુજરાત કારડીયા સમાજની બેઠક મળી

ગીર સોમનાથના સુત્રાપાડા ખાતે વસંત પંચમીના દિવસે કારડીયા રાજપૂત સમાજના 11માં સમૂહ લગ્નના આયોજન અંગે સમિતિની બેઠક અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ પૂર્વ મંત્રી જશાભાઇ બારડના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં હાજર આયોજન સમિતિના સભ્યો અને આગેવાનોએ તા.5 ફેબ્રુઆરી-2022ના યોજાનાર સમૂહ લગ્નમાં કારડીયા રાજપૂત સમાજના દિકરા-દીકરીઓ બ્‍હોળી સંખ્‍યામાં જોડાય તેવી અપીલ કરી હતી.

કોરોના મહામારીના કારણે ગત વર્ષે આ સમૂહ લગ્નનું આયોજન બંઘ રાખેલું હતું, પરંતુ ચાલુ વર્ષે કોવિડ હળવો હોવાથી જાહેર થયેલ સરકારી નિયમોની છૂટછાટ મુજબ આગામી વસંત પંચમીના દિવસે 11માં સમૂહ લગ્નોત્‍સવ યોજવાનું નક્કી કરાયેલા છે. આ સમૂહલગ્નોત્‍સવ ખાસ વિશિષ્ટતા એ છે કે, સમૂહ લગ્નમાં જોડતા કન્યા પક્ષ અને વર પક્ષ કોઇપણ કંકોત્રી કે વધામણું લેવાની પ્રથા બંધ કરેલી છે અને લગ્નના દિવસે સવારના છ વાગ્યે જાનના આગમન પછી બપોરના બાર વાગ્યા સુધીમાં જમણવાર તજા લગ્ન સંબંધી તમામ વિધિ પૂર્ણ કરી તમામ વરપક્ષની જાનોને વિદાય આપી દેવામાં આવે છે. સમુહલગ્‍નના દિવસે સુત્રાપાડા ગામમાં વેપાર-ઘંધા કરતા કારડીયા રાજપૂત સમાજના તમામ લોકો પોતાના કામ ધંધા તથા ખેતી કામ વગેરે સ્વયંભૂ બંધ રાખી અને હર્ષોલ્લાસથી જોડાય છે.

વધુમાં આ સમૂહ લગ્નોત્‍સવી તૈયારી કરવા માટે સમાજના યુવાનો તન મન અને ધનથી જોડાઇ સેવાકીય કામગીરી કરે છે. આ તકે સમાજનું સમૂહ ભોજનનું પણ સાથે યોજાય જેમાં અંદાજે પંદરેક હજાર જેટલા લોકો સમૂહમાં ભોજન લે છે. આ સમુહ લગ્‍નોત્‍સવ થકી કારડીયા રાજપૂત સમાજમાં સ્વછતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો તથા સમાજમાં રહેલા કુરીવાજોને તિલાંજલિ આપવા જેવા સમાજલક્ષી સામાજીક મુહિમનો વ્‍યાપક પ્રચાર કરી લોકોને સંકલ્પબંધ પણ કરવામાં આવે છે.

આ વખતના સમૂહ લગ્ન તા.5/2/2022 ને વસંત પંચમીના દિવસે યોજાવાના હોય જે કોઇ સમાજના પરીવારો લગ્ન નોંધણી કરાવવા ઇચ્‍છતા હોય તેઓને મો.નં. 9904214758 તથા મો.નં. 9824668819 તથા મો.નં. 9904093155નો સંપર્ક કરવા અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઇ બારડે એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...