તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 119 કેસ,116 દર્દી ડીસ્‍ચાર્જ થયા

વેરાવળ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે જીલ્‍લામાં 4,898 લોકોનું કોરોના રસીકરણ કરાયું

કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં હતા. આજે ફરી કેસોની સંખ્‍યામાં વઘારો નોંઘાયો છે. જિલ્લામાં આજે નવા 119 નવા કેસ નોંધાયા છે. જેમાં વેરાવળમાં 27, સુત્રાપાડામાં 15, કોડીનારમાં 18, ઉનામાં 26, ગીરગઢડામાં 11, તાલાલામાં 2 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંઘાયેલ નથી. આજે પ્રથમ વખત રેકર્ડબ્રેક સારવારમાં રહેલા 116 દર્દીઓએ કોરોનાને માત આપી સ્‍વસ્‍થ થયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 70 હજાર 408 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 4,898 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો