તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:માસ્ક ન પહેરનાર 118 પાસેથી રૂા. 1,18,000નો દંડ વસુલાયો, કોરોના ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કરનાર સામે તવાઇ

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોશ્યલ ડિસ્ટન્સ ભંગ, માસ્ક ન પહેરવા બદલ 9 ની ધરપકડ

કોરોના મહામારીને લઇ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ માસ્ક ન પહેરનાર તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે. ત્યારે રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પોલીસ દ્વારા કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

ખાસ કરીને તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રોબેશ્નલ આઇપીએસ વિશાખા ડબરાલ, એ ડિવીઝન પીઆઇ આર.જી. ચૌધરી, બી ડિવીઝન પીઆઇ આર.બી. સોલંકી, સી ડિવીઝન પીએસઆઇ કે.એસ. ડાંગર, પીએસઆઇ એસ.એન. સગારકા અને સ્ટાફ દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરાયું હતું. દરમિયાન માસ્ક વગર ફરતા 118 લોકોને પકડી પાડી તેમની પાસેથી 1,18,000નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 9 લોકોની ધરપકડ કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો