LCBનો દરોડો:પંચેશ્વરમાંથી દેશી દારૂનો 11,300નો જથ્થો ઝડપાયો

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ એલસીબીએ પંચેશ્વર વિસ્તારમાંથી દેશીદારૂ તેમજ અન્ય વસ્તુ મળી કુલ 17,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રોહિબીશનની પ્રવૃત્તિને નાબુદ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમશેટ્ટીની સૂચનાથી એલસીબીએ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન પચંશ્વરના ઉપલા પરામાં રહેતા ભીમા જેશા કોડીયાતરે પોતાના ઘરે દેશી દારૂ રાખી તેની હેરફેર કરતો હોવાની બાતમી મળી હતી. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન દેશી દારૂ રૂપિયા 11,300નો તેમજ આથો ભરેલા 5 બેરલ કિંમત 3,000, બર્નર કિંમત 3 કિંમત રૂપિયા 300, ગેસની બોટલ 1 કિંમત 2,000 અને એલ્યુમિનીયમના તગારા 3 કિંમત રૂપિયા 600ના મળી કુલ 17,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...