તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 28 બાળકોનાં ખાતામાં 1.12 લાખ જમા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલક વાલી સાથે આવેલા બાળકો સાથે કલેકટર રચિત રાજે સંવાદ કર્યો હતો. - Divya Bhaskar
પાલક વાલી સાથે આવેલા બાળકો સાથે કલેકટર રચિત રાજે સંવાદ કર્યો હતો.
  • 18 વર્ષની ઉંમર સુધી દર મહિને 4,000 રૂપિયા સહાય મળશે

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કાળમાં માતા-પિતાનું અવસાન થયું હોય તેવા 28 બાળકોને દર મહિને રૂપિયા 4,000સહાય મળશે. બાળ સેવા યોજનાનું ઇ-લોન્ચીંગ થયું છે,જેમાં જૂનાગઢ જિલ્લાનાં 28 બાળકોનાં ખાતામાં રૂપિયા 1.12 લાખ જમા થયા છે. બાળ સેવા યોજના અંતર્ગત બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને રૂપિયા 4,000 મળશે. કલેક્ટર રચિત રાજે કહ્યું કે, આ બાળકોને કોઇ મુશ્કેલી પડે તો સીધો અમારો કોન્ટેક કરી શકે છે.

વહીવટીતંત્રના અધિકારીઓ સમયાંતરે આ બાળકો અને તેમના વાલી સાથે સંપર્કમાં પણ રહેશે.કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખ, ચાઇલ્ડ વેલફેર બોર્ડના ચેરમેન ગીતાબેન માલમ, મહિલા અગ્રણી આરતીબેન જોષી સહિતનાં હાજર રહ્યાં હતાં. આરતીબેન જોષીએ કહ્યું હતું કે,આ પ્રસંગે કલેકટર પણ ભાવુક થઇ ગયા હતાં. તેમજ કલેકટરને દિકરીનું પુછયુ કે શું બનવું ? તો દિકરીએ કહ્યું કે મારે સારા ઓફીસર બનવું છે. કલેકટરે તેમના માસા-માસીને અભ્યાસ કરવા અને સારુ ફુડ આપવા કહ્યું હતું તેમજ કોઇ જરુર પડે તો મારો સંપર્ક કરવા પણ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...