તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:સુરતના મજૂરોને વતન મોકલવા જૂનાગઢથી 110 ST બસ દોડાવી

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 60 બસ જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ રેલવેને ફાળવી

લોકડાઉનને લઈને અનેક મજૂરો ફસાયા છે. ત્યારે આ મજૂરોને વતન મોકલવા માટે બસ અને ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાંથી પણ મજૂરોને એસટી બસ અને ટ્રેન મારફતે પોતાના વતન મોકલવામાં આવી રહ્યા છે. જૂનાગઢ એસટી વિભાગના ડીસી જી.ઓ.શાહે જણાવ્યું હતું કે, મજૂરોને વતન મોકલવા માટે છેલ્લા ચાર-પાંચ દિવસથી એસટી બસો દોડાવવામાં આવી રહી છે. આજે બુધવારે 110 બસને સુરત સુધી દોડાવવામાં આવી હતી.
60 જેટલી બસો રેલવે સ્ટેશનમાં ફાળવવામાં આવી છે
જૂનાગઢથી મજૂરોને આ 110 બસોમાં બેસાડવામાં આવ્યા હતા અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેની પણ તકેદારી રાખવામાં આવી હતી. મજૂરો બસમાં પોતાના વતન જતા તેમાં ખુશી જોવા મળી હતી. તે ઉપરાંત 60 જેટલી બસો રેલવે સ્ટેશનમાં ફાળવવામાં આવી છે .જેમાં જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ રેલ્વે સ્ટેશન પર મજૂરોને મુકવા જવા માટે એસટી બસો દોડાવવામાં આવી હતી. આ એસટી બસ દોડાવવા માટે નજીકના એસટી ડ્રાઇવરને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે ચાર-પાંચ દિવસમાં 500થી વધુ બસો દોડાવવામાં આવી છે અને હજુ પણ મજૂરોને વતન મોકલવા માટે એસટી બસો દોડાવવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા હાલ મજુરોને વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પરપ્રાંતના મજુરોની સાથે એક જ રાજ્યના પરંતુ અન્ય જિલ્લામાં મજુરી કરતા લોકોને લઇ આવવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો