પોલીસ ફરિયાદ:બસમાં ચઢતી વખતે મુસાફરનાં ખીસ્સામાંથી 1.10 લાખ સેરવ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 યુવાનો વાહન ખરીદવા આવ્યા’તા પણ સાટુ થયુ ન હતુ
  • ગઠીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ

જૂનાગઢમાં એસટી બસમાં બેસતી વેળાએ એક યુવાનના ખીસ્સામાંથી 1.10 લાખની રકમ સેરવી લીધાનો બનાવ સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રહેતા શબીર હુસેનભાઈ રફાઈએ બી-ડિવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ શબીરભાઈ તેમના મિત્ર તોસીફ સાથે જાફરાબાદથી જૂનાગઢ આવ્યા હતા. અને ગાંધીચોકમાં ધોરાજીના રીયાઝભાઈનું વાહન વેંચવાનું હોય જેથી જોવા માટે ગયા હતા.

પરંતુ કોઈકારણસર ગાડીનું સાટુ થયુ ન હતું. જેથી શબીર અને તોસીફ બંને બસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને બપોરના સમયે જૂનાગઢ-ઊના રૂટની એક્સપ્રેસ બસમાં બેસતા હતા એ સમયે શબીરભાઈએ ખીસ્સામાં રાખેલ ઝબલામાં 1.10 લાખની રકમ હોય જે કોઈ અજાણ્યો શખ્સ નજર ચૂકવી ચોરી કરી ગયો હતો. જેમની જાણ થતા જ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યા ફરિયાદ નોંધાવતા પોલીસે આ શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...