તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વોર્ડ નં 15નાં ભાજપનાં 2 નગરસેવક, શહેર ભાજપનાં ઉપપ્રમુખ સહિત 11 શકમંદો

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દલિત આગેવાન જિગ્નેશ મેવાણીએ મૃતકનાં પરિવારની મુલાકાત લીધી
  • જૂનાગઢ શહેરનાં પૂર્વ કોંગી મેયરનાં પુત્રની હત્યાનો મામલો : 5ની અટક કરાઇ
  • હત્યા થયાનાં 36 કલાક બાદ એફઆઇઆર થઇ, માંગ મુજબ ફરિયાદ લેવાતા પરિવારજનોઅે મૃતદેહ સ્વિકાર્યો

જૂનાગઢનાં પૂર્વ કોંગી મેયર લાખાભાઇ પરમારનાં મોટા પુત્ર ધર્મેશભાઇ પરમારની તા. 2 જુનનાં રામનિવાસ પાસે સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનાં પગલે શહેરમાં ચકચાર મચી ગઇ હતી.હત્યાનાં બીજા દિવસે એફઆઇઆર નોંધાઇ છે, જેમાં વોર્ડ નંબર 15નાં મહિલા કોર્પોરેટર, તેના પતિ અને શહેરભાજપનાં ઉપપ્રમુખ અશોક ભટ્ટ સહિત 11 શખ્સ સામે શંકા દર્શાવી તેઓ સામે તપાસ કરવા ફરિયાદ કરાઇ છે.

ગઇકાલે લાખાભાઇનાં પુત્ર રાવણ પરમારે ફરિયાદમાં શંકાસ્પદમાં નામ ઉમેરવા માંગ કરી હતી. અંતે ફરિયાદમાં માંગ મુજબ તમામનાં નામ લેવાતા મૃતદેહ સ્વિકારવામાં આવ્યો હતો. તેમજ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ મૃતક ધર્મેશભાઇ પરમારનાં પરિવારની મુલાકાત લીધી હતી.

પરમાર વાડીમાં સમાધી, પીઆઇ સામે હાઇકોર્ટમાં જશું
રાવણ લાખાભાઇ પરમારે કહ્યું હતું કે, 36 કલાક બાદ પોલીસ ફરિયાદ લેવામાં આવી છે. બાદ મારા ભાઇનો મૃતદેહ સ્વિકાર્યો છે. પરમાર વાડીમાં સમાધી આપવામાં આવી છે. તેમજ એ-ડિવીજનાં પીઆઇ સામે અમે હાઇકોર્ટમાં જશું.

એફઆઇઆરનાં અંશો
પૂર્વ મેયરનાં પુત્ર રાવણ લાખભાઇ પરમારે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અેફઆઇઆર નોંધાવી છે. એફઆઇઆરમાં લખાવ્યું છે કે, ગઇ તા. 2 જુનનાં રોજ સવારે 11 વાગ્યનાં હુ મારા ઘરેથી કામ અર્થે કાળવા ચોક તરફ જતો હતો. તે દરમિયાન દાતાર મંજીલ પાસે મારમારી થતી હતી. હું ત્યાં રોકાયેલ અને જોયેલ તો મારા ભાઇ ધર્મેન્દ્રભાઇ નીચે પડેલ હતાં અને આંબેડકનગરમાં રહેતો અશોક કાનજી પરમાર, ગીતાબેન કાળુભાઇ ચાઉં તથા ખાડિયા વિસ્તારમાં રહેતો વિકી ઉર્ફે સાગર સુરેશ સોલંકી, કમલેશ ઉર્ફે મચ્છર સુરેશ સોલંકી અને અજાણ્યા 4 માણસો તીક્ષ્ણ હથિયારોથી મારાભાઇને આડેધડ મારમારતા હતાં.

આ લોકોનાં હાથમાં કુહાડી, છરી, તલવાર, ધારિયું જેવા ઘાતક હથિયાર હતાં. ત્યારે મારો ભાજેણ વિશાલ રવજીભાઇ સાંડપા, મારો દિકરો જતીન પહોંચી ગયા હતાં. અમને જોઇએ તમામ લોકો ભાગી ગયા હતાં. થોડા સમયમાં મારો દિકરો મલ્હાર, સાગર પણ આવી ગયા હતાં. અને મારાભાઇને અમારી ગાઇડમાં સિવીલ હોસ્પિટલ લઇ ગયા હતાં. સારવાર દરમિયાન મારાભાઇને ફરજ પરનાં ડોકટરે મરણ જાહેર કર્યાં હતાં. આ ઘટનાનું કારણે એવું હોય શકે કે,અમારા પરિવારને જાનથી મારી નાખવાનો ખતરો હતો.

આગાઉ તક્ષશીલા સ્કુલની બાજુમાં રહેતા અશોક ભટ્ટ, ખાડિયામાં રહેતા સંજય ઉર્ફે બાડિયો, તેના પત્નિ બ્રીજેશાબેન સંજય સોલંકી, સુરેશ ઉર્ફે દુલો સોમાભાઇ સોલંકી, સાહિલ મોહન સોલંકી, અશોક કાળુ સાઉં, જીવા રાજશી સોલંકી, હરેશ જીવા સોલંકી, કાળુ સાજણ રાણવા, વજુ મેવાડા, શૈલેષ ઉર્ફે મુસોની વિરૂધ્ધ અવારનવાર અરજીઓ કરી હતી,જેનું મન દુ:ખ રાખી આ તમામ લોકોએ નજરે જોયેલા શખ્સોને ઉશ્કેરી મારાભાઇ ધર્મેન્દ્રભાઇને તિક્ષ્ણ હથિયારો વડે હૂમલો કરી ખુન કર્યુ છે.નજરે જોયેલા અને એફઆઇઆરમાં લખાવેલ શંકાસ્પદ ઇસમો વિરૂધ્ધ મારી ધોરણસર તપાસ થવા ફરિયાદ છે. અજાણ્યા શખ્સોને હું જોઇએ ઓળખી શકું છું.

અન્ય સમાચારો પણ છે...