તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:11 સગીરને વાહન ચલાવતા પકડી પાડી વાહનો ડિટેઇન કર્યા

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં એક સગીર કાર ચાલકે હડફેટે લઇ પીએસઆઇનું મોત નિપજાવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને સગીર વયના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભવનાથ વિસ્તારમાં બેફિકરાઇથી વાહન ચલાવી અકસ્માત સર્જવાના બનાવના પગલે એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા સગીર વયના લાયસન્સ વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા સૂચના અપાઇ હતી. બાદમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ભવનાથ પીએસઆઇ એમ.સી.ચુડાસમા અને સ્ટાફે ચેકીંગ હાથ ધર્યું હતું.

ચેકીંગ દરમિયાન સગીર વયના 11 બાળકોને વાહન ચલાવતા પકડી પાડી વાહન ડિટેઇન કર્યા છે. આ સાથે આરટીઓના મેમા પણ ફટકારવામાં આવ્યા છે. દરમિયાન સગીર વયના બાળકો કે જેની પાસે લાઇસન્સ નથી તેવા બાળકોને તેમના પિતા કે વાલી વાહન આપશે તો તેમના ઉપર પણ કાર્યવાહી કરવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે. આ ચેકીંગ ઝુંબેશ આગામી સમયમાં પણ જારી રહેશે તેમ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...