તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગારી ઝડપાયા:કેશોદ વાડીમાં ચાલતા જુગારના અખાડા પર દરોડો પાડી 11 જુગરીઓને ઝડપી લેવાયા

કેશોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી સવા બે લાખ રોકડા મળી સવા છ લાખનો મુદામાલ જપ્ત કરાયો

જુનાગઢ જિલ્લાના કેશોદ ગામે માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલ એક વાડીના મકાનમાં ચાલતા જુગારના અખાડા ઉપર બાતમીના આધારે એલસીબી બ્રાન્ચે દરોડો પાડી 11 જુગારીઓને રોકડા બે લાખ મળી કુલ રૂપિયા સવા છ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લાના કેશોદ ગામે માર્કેટિંગ યાર્ડ પાછળ ચંદ્રકાંત મોહનભાઈ પટેલ પોતાની વાડીએ બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની એલસીબીના દીપકભાઈને બાતમી મળી હતી. બાતમીના આધારે એલસીબી પી.આઈ એચ.આઇ. ભાટીએ સ્ટાફને સાથે રાખીને ગતરાત્રીના વાડીએ મકાન પર દરોડો પાડી 11 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડા રૂ.2 લાખ 21 હજાર 490 ફોરવ્હીલ - 2, મોબાઈલ 15 મળી કુલ મુદામાલ રૂ.6 લાખ 22 હજાર 490 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલી જુગારીઓ
1.) વાડી માલિક ચંદ્રકાંત પટેલ રહે.મોવાણા તા.કેશોદ
2.) મુસા ઇસ્માઇલ જેઠવા રહે.માંગરોળ
3.) મહમદ આમદ પારેખ રહે.માંગરોળ
4.) મહમદહુસેન હાસમ અવેડીયા રહે. માંગરોળ
5.) હારૂન આમદ વરામ રહે.માંગરોળ
6.) અબુબકર સુલેમાન બતક રહે.હુસેનાબાળ તા.માંગરોળ
7.) ભરત રામજી વંશ રહે.ચોરવાડ
8.) રાજેશ અજાભાઈ પરમાર રહે.ચમોડા તા.વેરાવળ
9.) લખુ અરજણ નંદાણીયા રહે.ચુલડીગીર તા.માળીયાહાટીના
10.) રાયમલ દેવદાન બકોત્રા રહે.ડેરવાણા તા.કેશોદ
11.) સરમણ ખીમા વંશ રહે.ચોરવાડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો