તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 11 Copy Cases Were Registered On The Second Day In The Examination Of Narasimha Mehta Uni., Sam. 101 Absent Out Of 1383 Students Of 3

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોપી કેસ:નરસિંહ મહેતા યુનિ.ની પરીક્ષામાં બીજા દિવસે 11 કોપી કેસ નોંધાયા, સેમ. 3ના 1383 વિદ્યાર્થીઓમાંથી 101 ગેરહાજર

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ગઇકાલથી સેમેસ્ટર 6 ની રેમીડિયલ પરીક્ષા શરૂ કરવામાં આવી છે. જેમાં ઇકોનોમિક્સ, સંસ્કૃત અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી વિષયોમાં કુલ 11 કોપીકેસ કરાયા હતા. જેમાં 7 માણાવદર અને 4 જૂનાગઢમાં થયા હતા.સેમ. 3 ની પરીક્ષામાં બીજા દિવસે કુલ 1383 વિદ્યાર્થીઓ હતા. જે પૈકી 101 ગેરહાજર રહ્યા હતા.કુલપતિ પ્રો.ડો. ચેતન ત્રિવેદીની સીધી સુચનાથી વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સ્કવોડ દ્વારા અને યુનિ. ખાતે સીસી ટિવી મોનીટરીંગ થકી તમામ પરીક્ષા કેન્દ્રોનું ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ કરાઇ રહ્યું છે.

સાથે દરેક કેન્દ્રોમાં કોરોના સામેની તકેદારીના પગલાં પણ લેવાઇ રહ્યા છે. હાલ ચાલતી રેમીડિયલ પરીક્ષાઓમાં બીકોમ, બીબીએ, બીએ, બીસીએ, બીએસસી, એમએ (અંગ્રેજી), એમએસસી (માઇક્રો), એમએસસી (કેમેસ્ટ્રી), એમકોમ, બીએડ, એલએલબી અને બીએસસી (હોમસાયન્સ) ના કોર્સની પરીક્ષાઓ ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો