મેળાને લઈ વહીવટી તંત્ર સજ્જ:માધવપુર ઘેડ ખાતે આયોજીત લોકમેળા સંદર્ભે ગીર સોમનાથ તંત્ર દ્વારા 11 સમિતિની રચના કરાઈ

ગીર સોમનાથ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટર રાજદેવ સિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને સમિતીઓની સમીક્ષા બેઠક યોજાઈ

પોરબંદરના માધાપુર ઘેડ ખાતે આવતીકાલથી ભાતીગળ લોક મેળો શરૂ થઈ રહ્યો છે. જેના ભાગરૂપે મેળાને વધુ દિપાવવા માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ પૂરતો સહયોગ આપવા માટે સજ્જ થયુ છે. જેના માટે 11 સમિતિઓની રચના કરવામાં આવી છે. જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને 11 સમિતિઓની સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તંત્ર દ્વારા રચના કરાયેલી 11 સમિતિઓમાં સ્ટાફ મેનેજમેન્ટ સમિતિ, સમગ્ર કાર્યક્રમ માટે જિલ્લાના મુખ્ય નોડલ અધિકારી, વીવીઆઇપી મહાનુભવો અને યાત્રિકોની રહેઠાણ અંગેની સમિતિ, પ્રોટોકોલ સમિતિ, ક્રુ મેમ્બર પ્રોટોકોલ સમિતિ, ધાર્મિક સંકલન સમિતિ, માધવપુર મેળા ખાતે યાત્રિકોના આવાગમન માટે સમિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ સમિતિ કામગીરી સંભાળશે.

ગીર સોમનાથ જિલ્લાના નાયબ કલેક્ટર મામલતદાર, મદદનીશ પોલીસ અધિક્ષક, ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સમિતિઓનું મોનીટરીંગ સાથે સંચાલન કરવામાં આવશે. મેળામાંથી ગીર સોમનાથમાં પધારનાર મહાનુભવોને માધવપુરના મેળા સુધી પહોંચાડવાનું અને તેમની વ્યવસ્થાનું સુચારું આયોજન કરી અને તંત્ર દ્વારા માધવપુર આવતા મહાનુભવો તેમજ લોકોને માધવપુરના મેળાનો સર્વોત્તમ આનંદ સુચારુ રીતે પૂરો પાડવા તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ અપાયો છે. તમામ સમિતિઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે દ્વારા રીવ્યુ મિટિંગ પણ યોજી હતી.

ઉલ્લેખનીય છે કે, સોમનાથ વેરાવળ અને તાલાલાની તમામ હોટલોમાં મેળાના સમયગાળા દરમિયાન આવનાર પ્રવાસીઓને 25 ટકા ડિસ્કાઉન્ટ સાથે હોટેલથી માધવપુર સુધી લઈ જવા માટે ગાઈડ સાથે બસની ઉત્તમ સુવિધા, ભોજન સહિતની વ્યવસ્થા નજીવા દરે પેકેજમાં પૂરી પાડવામાં આવશે. આ તમામ માહિતી હોટલોના રિસેપ્શન પર પોસ્ટર દ્વારા લગાવીને સોમનાથ અને તાલાલા આવતા યાત્રીઓને માધવપુરના મેળાની મુલાકાત લેવા માટે પ્રેરણા આપવામાં આવશે.

આ બેઠકમાં અધિક કલેક્ટર બી.વી.લીંબાસીયા, પ્રાંત અધિકારી ભુમીકા વડાલીયા, ઉના પ્રાંત અધિકારી રાવલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.મકવાણા અને ડી.ડી.વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમાર સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...