સારવાર:માણાવદરના ખડિયામાં ચાલુ વરસાદે વાડીમાં જઇ ડિલેવરી કરાવતી 108

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકનું માથું બહાર આવી જતા ઘરે જ સફળ ડિલેવરી કરાવી

માણાવદર 108ની ટીમે વરસતા વરસાદમાં પ્રસુતાના ઘરે જઇ સફળ ડિલેવરી કરાવતા માતા અને બાળકનો જીવ બચી જવા પામ્યો હતો. આ અંગે 108ના જૂનાગઢ જિલ્લા અધિકારી વિશ્રૃત જોશીએ જણાવ્યું હતું કે, માણાવદર તાલુકાના ખડિયા ગામે મજૂરી કરવા અર્થે બહારગામથી પરિવાર આવ્યો હતો. દરમિયાન આ પરિવારની મહિલાને પ્રસુતિની પિડા ઉપડતા 108ને જાણ કરાઇ હતી.

ત્યારે ધોધમાર વરસાદ વચ્ચે 108ની ટીમના ઇએમટી કમલેશ ઝીંઝુવાડીયા અને પાઇલોટ જસ્મિન બલાસરા ખડિયા ગામે આવેલ વાડી વિસ્તારમાં પહોંચ્યા હતા. દરમિયાન બાળકનું માથું બહાર આવી જતા ઘરે જ નોર્મલ ડિલેવરી કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો. ડિલેવરી દરમિયાન પ્રસુતાને હિમોગ્લોબીન ઓછું હોવાનું જણાતા માતા અને બાળકને જરૂરી સારવાર સ્થળ પર જ આપી સ્વસ્થ થયા બાદ માણાવદર સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...