તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર્સ:જૂનાગઢમાં 'જીવન આધાર' બની 108 એમ્બ્યુલન્સ સેવા, કોરોનાની બીજી લહેરમાં 2400 દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108ના મહિલા EMTએ કૃત્રિમ શ્વાસોશ્વાસથી બચાવ્યો એક મહિલાનો જીવ

કોરોનામાં દર્દીના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ 95 થી નીચે જાય ત્યારે તાત્કાલિક દર્દીને હોસ્પિટલાઇઝ કરવા પડતા હોય છે. જૂનાગઢ જિલ્લામાં દર્દીઓને તાત્કાલીક હોસ્પિટલે લઈ જવામાં રાજ્ય સરકારની 108 એમ્બ્યુલન્સએ દર્દીઓની વધેલી સંખ્યા વચ્ચે બખૂબી કામગીરી નિભાવી જીવન આધાર બની છે. 108 ઘરે પહોંચે એટલે જીંદયી બચી જશે એટલો દર્દીઓને વિશ્વાસ હોય છે. 108 ની સતત સારી કામગીરીથી લોકોનો આ વિશ્વાસ સંપાદિત થયો છે.

દર્દીઓ માટે લાઈફલાઈન બનેલી 108 ની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં કુલ 13 ઓન રોડ એમ્બ્યુલન્સ અને 1 બેકઅપ એમ્બ્યુલન્સ થઈને કુલ 14 એમ્બ્યુલન્સ છે.તેમાંથી 3 એમ્બ્યુલન્સ જૂનાગઢ સિટીમાં, 1 એમ્બ્યુલનસ વંથલી, 1 એમ્બ્યુલન્સ માણાવદર, 1 એમ્બ્યુલન્સ માંગરોળ, 1 એમ્બ્યુલન્સ કેશોદ, 1 ગડુ 1 મેંદરડા, 1 ભેસાણ, 1બીલખા, 1 વિસાવદર ખાતે મૂકવામાં આવેલી છે.

આ 13 એમ્બ્યુલન્સ માં 30 EMT અનેં 30 Pilot જે દિવસ રાત ખડે પગે ફરજ બજાવે છે.ગયા એપ્રિલ માસ દરમિયાન જૂનાગઢ 108 દ્વારા કુલ 1500 કોરોનાના દર્દીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. જ્યારે મે માસ દરમિયાન, અત્યાર સુધીમાં કુલ 900 દર્દીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

આ કપરા સમય દમિયાન દર્દીઓની સેવા દરમિયાન જૂનાગઢ ઘણા EMT, Pilot તેમજ કેપ્ટન કોરોનાની ઝપટમાં આવી ગયેલ હતા .જેમાંથી ઈરફાનભાઈ, દિનેશભાઇ,કેતનભાઈ, જયેશગીરી, હિતેન્દ્રભાઇ, પ્રકાશભાઈ,અલ્પેશભાઈ, નિકુંજ ભાઈ આ બધા 7 દિવસમાં કોરોનાને મ્હાત આપી ફરજ પર હાજર થઈ ગયા છે.

જૂનાગઢ 108 માં કોડીનાર ગામના વતની ઇ.એમ.ટી હર્ષદાબેન ની કામગીરી બીજા સ્ટાફને પણ પ્રેરણા આપી રહી છે. તાજેતરમાં જૂનાગઢ ના વિસાવદર વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય મહિલા દર્દી કોકિલાબેન જોષી ને જૂનાગઢ સિવિલ ઈમરજન્સીમાં લઇ જવાતા હતા ત્યારે આ દર્દીને રસ્તામાં ઓક્સિજન 34 થી નીચે ઉતરી ગયું હતું. આ સંજોગોમાં સમય સુચકતા વાપરી હર્ષદાબેન એ અમ્બુ બેગ દ્વારા ઓક્સિજનના કુત્રિમ શ્વાસોશ્વાસ આપતા દર્દીનું ઓક્સિજન પ્રમાણ 82 સુધી પહોંચી ગયું હતું.

જેથી તેમને હોસ્પિટલ સુધી પહોંચાડી દેવાતા હોસ્પિટલમાં સારવાર મળી જતાં તાજેતરમાં આ મહિલા દર્દીએ કોરોનાને મહાત આપવામાં મદદ મળી અને જલ્દી રજા મળી જાય એવું આશ્વાસન અમારી ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું . જૂનાગઢ 108 એમ્બ્યુલન્સનો તમામ સ્ટાફ દિવસ-રાત દર્દીની સેવામાં સમર્પિત છે અને રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમને સાર્થક કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...