તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સોરઠમાં બુધવારે કોરોનાના 107 કેસ, 196 દર્દી ડિસ્ચાર્જ, કોરોનાથી મોત 0

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 36 શહેરોમાં રાત્રી કફર્યુ 11 જૂન સવારના 6 સુધી લાગુ

સોરઠમાં બુધવારે કોરોનાના કારણે થતા મોતનો આંકડો ઝીરો પર આવી ગયો હતો. જ્યારે કેસ 107 નોંધાયા હતા તેમજ 196 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા હતા. દરમિયાન રાત્રી કફર્યૂની સમય મર્યાદા લંબાવી હોય 11 જૂન સવારના 6 વાગ્યા સુધી રાત્રી કફર્યૂ લાગુ પડશે. બુધવારે જૂનાગઢ જિલ્લામાં 80 કોરોના પોઝિટીવ દર્દી નોંધાયા હતા સામે 176 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા જ્યારે એકપણ દર્દીનું કોરોનાથી મોત થયું ન હતું. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હજુ 118 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 142 ઘરના 1,149 લોકોનો સમાવેશ થાય છે.

રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે જેમાં જૂનાગઢ સિટીમાં 368ને તેમજ ગ્રામ્યમાં 1,345ને મળી બુધવારે એક જ દિવસમાં કુલ 1,713ને કોરોના રસીથી રક્ષિત કરવામાં આવ્યા છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં 27 ને કોરોના પોઝિટીવ આવ્યો હતો અને 20 દર્દી સ્વસ્થ થતા તેને રજા અપાઇ હતી. હજુ 146 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 125 ઘરના 652 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે 8,50,441 લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી છે. દરમિયાન સરકારે જૂનાગઢ, ગિર સોમનાથ સહિત 36 શહેરોમાં રાત્રી કફર્યૂની સમય મર્યાદા 4 જૂનથી લંબાવીને 11 જૂન સુધી કરી છે.

આમ, રાત્રીના 9 થી સવારના 6 સુધી કફર્યૂની અમલવારી 11 જૂન સવારના 6 સુધી રહેશે.જયારે પોરબંદરમાં ગઈકાલની જેમ આજે પણ 11 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા છે જયારે કે 40 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને એકનું મોત થયું છે.

પોરબંદરમાં જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 878 વ્યકિતઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 11 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે જેમાં પોરબંદરના ઝુંડાળા, છાંયા, સ્ટેશન રોડ, કડિયા પ્લોટ તથા બરડીયા ગામ તથા રાણાવાવ ગામમાં પણ કોરોનાના 17 વર્ષથી લઈ 73 વર્ષની ઉંમર સુધીના સ્ત્રી–પુરુષ દર્દીઓનો સમાવેશ થાય છે. આમ, સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોનાના દર્દીઓનો કુલ આંકડો 3269 એ પહોંચ્યો છે. જયારે કે 60 દર્દીઓ કોરોના મુકત થતા ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાનો કોરોના દર્દીઓ ડિસ્ચાર્જનો આંકડો 3023 એ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...